BREAKING NEWS

જામનગરના જોડિયામાં ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’નો ભવ્ય સમારોહ યોજાશે, રાજ્યમંત્રી રિવાબા જાડેજા આપશે ફ્લેગ ઓફ

  • January 30, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના જોડિયામાં ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’નો ભવ્ય સમારોહ યોજાશે, રાજ્યમંત્રી રિવાબા જાડેજા આપશે ફ્લેગ ઓફ

રાષ્ટ્રભક્તિ અને શારીરિક સુદ્રઢતાના સંદેશ સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બલ (CISF) રાજકોટ એરપોર્ટ દ્વારા આયોજિત ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’ ના બીજા ચરણનું આયોજન જામનગર જિલ્લાના જોડિયા ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 31 જાન્યુઆરી, 2026ના રોજ જોડિયામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી સાયક્લોથોન ટીમને પ્રોત્સાહિત કરશે.

31 જાન્યુઆરીએ વહેલી સવારે 05:00 વાગ્યે મોરબી જિલ્લાના સરવડથી સાયક્લોથોન ટીમનું પ્રસ્થાન થશે, જે જામનગરના જોડિયા સ્થિત પટેલ સમાજવાડી ખાતે પહોંચશે, તેને બપોરે 12:00 કલાકે મંત્રી રિવાબા જાડેજા આવકારશે, અને સાયક્લોથોન પ્રતિભાગીઓનું ભવ્ય સન્માન કરવામાં આવશે. આ તકે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, તેમજ CISFની ટીમ દ્વારા સાહસિક QRT ડેમો અને યોગના નિદર્શનો યોજાશે. બપોરે 02:00 કલાકે મંત્રી દ્વારા સાયક્લોથોન ટીમને જોડિયાથી વિધિવત ફ્લેગ ઓફ આપી આગળના પ્રસ્થાન માટે રવાના કરવામાં આવશે. CISF રાજકોટ એરપોર્ટના સુરક્ષાકર્મીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તટીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને જનભાગીદારી વધારવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CISF ના અધિકારી અમનદીપ સિરસવા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application