BREAKING NEWS

સગીરા પર ગેંગરેપ કેસમાં હાઇકોર્ટે જામનગર-ધ્રોલ પોલીસનો ઉધડો લીધો

  • December 06, 2025 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સગીરા પર ગેંગરેપ કેસમાં હાઇકોર્ટે જામનગર-ધ્રોલ પોલીસનો ઉધડો લીધો 

સમગ્ર કેસની તપાસ અને રીપોર્ટ રજુ કરવા ફરમાન 


ધ્રોલની સગીરાના અપહરણ અને ગેંગરેપના એક જુના કેસમાં હાઇકોર્ટે જામનગર અને ધ્રોલ પોલીસનો ઉધડો લીધો છે અને સમગ્ર કેસની તપાસ અને રીપોર્ટ રજુ કરવા ફરમાન કર્યુ છે. 

જસ્ટીસ વિમલ કે. વ્યાસે જામનગરના ધ્રોલ પોલીસઅને તેના અધિકારીઓની ગંભીર બેદરકારી અને કેસની તપાસમાં લાલીયાવાળીને લઇ જોરદાર ઝાટકણી કાઢતા જણાવ્યુ હતું કે, ધ્રોલ પીઆઇ તરફથી રજુ થયેલા રિપોર્ટમાં કેટલીક અસામાન્ય હકીકતો સામે આવી છે.
કેસના કાગળોને ઘ્યાનમાં લેતા, કેસની શ‚આતથી જ પોલીસના વલણ અને વર્તનને લઇ અનેક સવાલો ઉભા થાય છે, એવું સ્પષ્ટ જણાય છે કે સગીર યુવતી પર સામુહીક દુષ્કર્મની આ ઘટના તા. ૬-૫-૨૦૧૯ના રોજ બની હતી, જેની તાત્કાલીક ધ્રોલ પોલીસને જાણ કરવામા આવી હતી પરંતુ પોલીસે કોઇ જ કાર્યવાહી કરી ન હતી.

ત્યારબાદ પીડિતાની માતા એવી ફરીયાદીએ જામનગર એસપીને લેખીત રજુઆત કરી હતી જે રજુઆત ધ્રોલ પોલીસ સ્ટેશનને જ‚રી કાર્યવાહી માટે મોકલી અપાઇ હતી, તેમ છતા ધ્રોલ પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી, એટલે સુધી ફરીયાદી માતા તેમના વકીલ સાથે ધ્રોલ પોલીસ મથક પહોચી હતી અને નિવેદન આપ્યુ હતું તેમ છતા પોલીસે ફરીથી પણ કોઇ જ કાર્યવાહી કરી ન હતી.પોલીસે તેને ફરીયાદ પાછી ખેચવા દબાણ કર્યુ હતું.

જેથી પોલીસના વલણથી નારાજ ફરીયાદીએ રાજયના પોલીસવડા, રાજયના મુખ્ય સચીવ, જામનગર એસપી, ધ્રોલ પીએસઆઇ સહિતના સત્તાધીશોને ફરીય એકવાર લેખીત રજુઆત કરી હતી જેને પગલે આખરે બાદમાં તા. ૯-૭-૧૯ના રોજ આ કેસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ તેમ છતા પોલીસ દ્વારા આરોપીઓ સામે તેમા રેપની કોઇ કમલ ઉમેરદવામાં આવી ન હતી.

હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતા જણાવ્યુ હતું  કે બનાવના ચાર વર્ષ બાદ પીડિતા મળી આવી હતી અને તા. ૩-૭-૨૩ના રોજ તત્કાલીન તપાસ અધિકારી દ્વારા તેનુ નિવેદન નોંધવામાં આવ્યુ હતું, જેમા પીડિતાએ સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે તેની પર માગો, કિશોર, સુનીલ, દિગો, તલી, સંજય, હસમુખ, કમલેશ અને વિજયે તેની ઇચ્છા વિરુઘ્ધ તેની પર બેરહમીથી બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાના આ નિવેદન બાદ પણ પોલીસે તેની મેડકીલ એકાઝામીનેશન કે તબીબી તપાસ માટે મોકલવામાં આવી હતી કે સીઆરપીની કલમ ૧૬૪ હેઠળ મેજીસ્ટ્રેટ ‚બ અ તેનુ કોઇ નિવેદન નોંધવામાં આવ્યુ ન હતું. એટલે સુધી કે પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં બળાત્કારના ગુના સબંધીત કોઇ કલમ પણ આરોપીઓ વિરુઘ્ધ ઉમેરવામા આાવી ન હતી જે બહુ ગંભીર અને આઘાતજનક છે એ પણ એટલી જ હકીકત છે આ કેસમા હજુ સુધી કોઇ આરોપીની ધરપકડ સુઘ્ધા કરવામા આવી નથી કે જયારે તેઓ સ્થાનીક રહેવાસીઓ જ છે.
​​​​​​​

પોલીસ દ્વારા મજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ન તો સમરી રીપોર્ટ ફાઇ કરાયો છે કે ન તો ચાર્જસીટી રજુ દાખલ કરાયુ છે. પોલીસ દ્વારા રજુ કરાયેલા રિપોર્ટમાં પણ પીડિતાના નિવેદનની શકયતા પર શંકા વ્યકત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પોલીસે પીડિતાને તબીબી તપાસ માટે મોકલી ન હતી આમ સમગ્ર કેસની સંવેદનશીલ હકીકતોને ઘ્યાને લેતા સમગ્ર કેશની તપાસ જામનગર એસપીને કરવા અને આ અંગેનો વિગતવાર અહેવાલ રજુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં આગામી મુદતે તા. ૧૭-૧૨-૨૫ના હાઇકોર્ટ સમક્ષ એસપીએ આ કેસની ન્યાયીક કાર્યવાહી દરમ્યાન વર્ચ્યુઅલ મોડમાં હાજર રહેવાનુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application