રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન કલ્યાણેશ્વર વસ્તી કાલાવડ નગરમાં ઉજવણી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન કલ્યાણેશ્વર વસ્તી કાલાવડ નગરમાં ઉજવણી
March 02, 2026 11:19 AM
શ્રી આશાપુરા માતાજી મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન કલ્યાણેશ્વર વસ્તી કાલાવડ નગરમાં ઉજવણી કરવામાં આવેલ. જેમાં હેમાંશુ અદા જાની દ્વારા ભગવાન સત્યનારાયણની કથા થયેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ.
સંમેલનમાં ઉપસ્થિત પૂજ્ય મહેશ ગીરીબાપુ ગણેશ મંદિર કાલાવડ પૂજ્ય ઈશ્વર પુરી બાપુ પૂજારી શ્રી આશાપુરા માતાજી મંદિર કાલાવડ પૂજ્ય જીકા બાપુ પૂજારી શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર કાલાવડ આશીર્વાદ વચન પ્રાપ્ત થયા શ્રી હિમાંશુ અદા શાસ્ત્રી ભાગવત આચાર્ય કાલાવડ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીરાજુભાઈ વાજા દ્વારા સંપ્રસ્તા માટે વિશેષ પ્રસ્તાવ રાખવામાં આવે કાર્યક્રમના દાતાશ્રીઓ નું ઉપપ્રશ્ત્ર અર્પણ કરી શ્રી પી. ડી .જાડેજા દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન જેન્તીભાઈ કમાણી દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ માતા આશાપુરા માતાજીની મહા આરતી થયેલ. જેમાં મોટી સંખ્યામાં માતા બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા...