BREAKING NEWS

મકાન માલિકે મધરાતે રૂમમાં ઘુસી શરીર સબંધ બાંધવા દબાણ કર્યું, તાબે ન થતા ફોટા વાયરલ કરી દીધા, કંટાળીને પરિણીતાએ ઝેર પીધું, ધોરાજી પંથકનો બનાવ

  • February 06, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી પંથકમાં એક ગામમાં મકાન માલીકે મધરાતે પરિણીતાના રૂમમાં ઘુસી શરીર સબંધ બાંધવા દબાણ કર્યું હતું. પરિણીતા તાબે ન થતા આરોપીએ બીભત્સ ફોટા વાયરલ કરી નાંખતા કંટાળે જઇ પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. બાદમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવ અંગે ધોરાજીમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતાએ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિતેષ રાજુ સારીખડા (રહે. જમનાવડ) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે, તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયેલ છે. લગ્ન બાદ એકાદ મહિના સુધી સાસરીયાના ઘરે સાથે રહેલ બાદમાં સાસુ સાથે ઘરકામમા નાની નાની બાબતે બોલાચાલી થતી હતી જેથી તેણી પતિ સાથે ધોરાજી, જમનાવડ સહિતના સ્થળોએ અલગ અલગ સ્થળે રહેતાં હતાં.


ગઇ તા.૦૬/૦૪/૨૦૨૫ ના ધોરાજીથી જમનાવડ ગામે ભાડાના મકાનમાં રહેવા ગયેલા ત્યા સાત-આઠ મહિના સુધી ભાડે રહેલ ત્યાં આરોપી મિતેશ સારીખડાનુ મકાન આવેલ હતું. તેના જુના મકાનમા રહેવા ગયેલા ત્યા તેના જુના તથા નવા મકાન બાજુમા જ આવેલ છે, તેમા નવા મકાનના દરવાજેથી જુના મકાનમા જવા માટે દરવાજો હતો. તેના જુના મકાનમા પંદર-વીસ દિવસ ભાડે રહેલ હતા. તે મકાનનું બાથરૂમ ખુલ્લુ બારણા વગરનુ હતુ, જેથી તેણી બાથરૂમમાં ન્હાવા ગયેલ હોય અને ત્યારે આ આરોપીએ તેણીના ફોટા પાડી લીધેલ હોય તેવુ માનવુ છે, તેને ફોટા પાડેલ છે કે નહી તેની ખબર નથી પણ તે ડરાવતો કે, મારી પાસે તારા ફોટા છે, તું મારી સાથે વાત કર અને જો વાત નહીં કરે તો આ ફોટા વાયરલ કરી દઇશ તેમ વાત કરી ધમકી આપતો હતો.


તેમજ બન્ને ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેકમા આવેલ હતા. તેમા મેસેજ મોકલતો પણ તેણી મેસેજ કરતી ન હતી. ગઇ તા.૧૦/૧૨/૨૦૨૫ ના તેણીના પતિ બહાર રીક્ષા ભાડાના કામે ગયેલ અને તેણી પુત્ર સાથ મકાને હતા ત્યારે મોડી રાતના બે ત્રણ વાગ્યે આરોપી પાસે આવેલ તો તેને કહેલ કે, મારા પતિ અત્યારે ઘરે નથી તો તમારે શું કામ છે, તેમ કહેતા આરોપીએ તેણીને શારીરીક સંબંધ બાંધવા કહેતા તેમને ના પાડેલ તો તેમણે કહેલ કે, હુ જોઇ લઇશ તેમ ધમકી મારી જતો રહ્યો હતો.


બે દિવસ બાદ આરોપીએ તેણીના કોઈ ફોટા તેની પાસે હશે તે તેના મિત્રોને જમનાવડ ગામમા બતાવી બદનામ કરેલ તેની જાણ દિયરને થયેલ અને પતિ અને સસરાને પણ ખબર પડેલ તો પતિ તેણીને માવતરના ઘરે મુકી ગયેલ અને પંદરેક દિવસ જેટલુ માવતરના ઘરે રહેલ અને આ બાબતે કોઈને વાત કરી શકતી ન હતી અને આરોપીએ બદનામ કરેલ હોય જેથી ગઇ તા.૨૨ ના તેણી અને તેનો ભાઇ માવતરના ઘરે હતા ત્યારે દિવસના ઘઉંમા મુકવાની ઝેરી દવા પી લીધી હતી. બાદમાં ધોરાજી સરકારી દવાખાને સારવારમાં લઇ ગયા હતાં. બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવતા ધોરાજી તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application