આજકાલ આઈફોન ૧૬ યુઝર્સ એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘણા યુઝર્સએ ફરિયાદ કરી છે કે તેમના ફોન ચાર્જ કરતી વખતે તેમને ઇલેકિટ્રક શોક લાગી રહ્યો છે. એક–બે નહીં પણ આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અસરગ્રસ્ત યુઝર્સ એપલના કમ્યુનીટી ડીસ્કશન પેજ પર આ અંગે તેમની ફરિયાદો લખી રહ્યા છે. અહીં યુઝર્સે તેમની સાથે બનેલી વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કર્યેા છે, યારે તેમને આઈફોન ૧૬ વાપરતી વખતે ઇલેકિટ્રક શોક લાગ્યો હતો.
એન્ડ્રોઇડ ઓથોરિટીના એક રિપોર્ટ અનુસાર, આઇફોન ૧૬ યુઝર્સ હાલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ફોન ચાર્જ કરતી વખતે મોટાભાગના વપરાશકર્તાઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ યુઝર્સનું કહેવું છે કે આ કરટં ફોનના એકશન બટન અને નવા કેમેરા કંટ્રોલ બટનથી અનુભવાઈ રહ્યો છે. એપલે આઈફોન ૧૬ સિરીઝમાં પહેલીવાર કેમેરા બટન રજૂ કયુ છે.
આવી ઘણી ફરિયાદો એપલના કમ્યુનીટી ડીસ્કશન પેજ મળી રહી છે. અહીં એક યુઝરે લખ્યું, મેં લગભગ એક અઠવાડિયા પહેલા આઈફોન ૧૬ ખરીધો હતો. હવે યારે પણ હત્પં મારો ફોન ચાર્જ કં છું, ત્યારે મને કેમેરાના બટનથી ઇલેકિટ્રક શોક લાગે છે. આ ખૂબ જ પીડાદાયક છે. બીજા એક યુઝરે લખ્યું, ૧૬ પ્રો ચાર્જ કરતી વખતે મને ઇલેકિટ્રક શોક લાગ્યો અને મારી આંગળી હજુ પણ અસરગ્રસ્ત છે.કોમ્યુનિટી પેજ પર આવી ઘણી ફરિયાદો છે, જે દર્શાવે છે કે એપલના મૂળ એકસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ વર્તમાન સમસ્યા યથાવત રહે છે. અહીં એક યુઝરે લખ્યું, મને પણ ઇલેકિટ્રક શોક લાગ્યો. યારે મેં એપલ સપોર્ટ સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે એપલના કોર્ડનો ઉપયોગ કરવો જોઈએ. મેં એપલ કોર્ડ મંગાવ્યો અને તેને ચાર્જ કર્યેા, પણ પછી મને ઇલેકિટ્રક શોક લાગ્યો. મને લાગે છે કે તેઓએ આ વિશે કંઈક કરવાની જર છે.એપલના સલામતી સેફટી ઇન્ફોર્મેશન પેજ પર જણાવાયું છે કે આઇફોનને આગ, ઇલેકિટ્રક શોક અને નુકસાનથી બચાવવા માટે, હંમેશા સત્તાવાર ચાજિગ એસેસરીઝનો ઉપયોગ કરો. આમ છતાં, ઇલેકિટ્રક શોકની ઘટનાઓ પર એપલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech