BREAKING NEWS

બાંગ્લાદેશમાં હિન્દુ હોવું જાણે ગુનો, દીપુના મુસ્લિમ સાથીએ ખોટા આરોપો મૂકી હત્યા કરી

  • December 20, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
બાંગ્લાદેશમાં તાજેતરમાં જ મોબ લિંચિંગનો ભોગ બનેલા હિન્દુ યુવાન વિશે મહત્વપૂર્ણ માહિતી જાણીતા લેખિકા તસ્લીમા નસરીને ઉજાગર કરી છે. તેમને વધુમાં લખ્યું છે કે ઉગ્રવાદીઓ દ્વારા ક્રૂર રીતે માર મારવામાં આવતા પહેલા દીપુ ચંદ્ર દાસ પોલીસ કસ્ટડીમાં હતા. દીપુ ચંદ્ર દાસ પર એક વાર નહીં પણ બે વાર હુમલો કરવામાં આવ્યો હતો અને બીજી વાર તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ તસ્લીમા નસરીન દ્વારા મુકવામાં આવ્યો છે. નસરીને એ પણ ખુલાસો કર્યો કે દીપુ સાથે કામ કરતા એક મુસ્લિમ કર્મચારીએ અંગત અદાવત રાખીને તેના પર પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. દીપુએ પોલીસને પણ આ વાતની જાણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.



મુસ્લિમ સહકાર્યકરે ખોટો આરોપ લગાવ્યો

તસ્લીમા નસરીને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે દીપુ ચંદ્ર દાસ મૈમનસિંહના ભાલુકામાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો. એક દિવસ, એક મુસ્લિમ સહકાર્યકરે તેને નાની વાત માટે સજા કરવા માંગતો હતો, તેથી તેણે ભીડ સમક્ષ જાહેરાત કરી કે દીપુએ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે. બસ એટલું જ પૂરતું હતું. તસ્લીમાએ આગળ લખ્યું, "પયગંબરના અનુયાયીઓએ દીપુ પર હિચકારો હુમલો કર્યો જો કે તે વખતે તો પોલીસે તેને બચાવી લીધો અને કસ્ટડીમાં લઈ લીધો. આનો અર્થ એ થયો કે દીપુ પોલીસ સુરક્ષામાં હતો.પછી બીજી વાર ટોળાએ તેના પર હુમલો કરી હત્યા કરવામાં સફળતા મેળવી



કટ્ટરપંથીઓ પોલીસ કસ્ટડીમાંથી બહાર કેવી રીતે આવ્યા? તે મોટો સવાલ

દીપુએ પોલીસને કહ્યું હતું કે તે નિર્દોષ છે અને તેણે પયગંબર વિશે કોઈ ટિપ્પણી કરી નથી. આ બધું તે સાથીદાર દ્વારા રચવામાં આવેલું કાવતરું હતું, પરંતુ પોલીસે આરોપી સાથીદાર સામે કોઈ કાર્યવાહી કરી નથી. તસ્લીમાએ કહ્યું કે પોલીસ દળમાં ઘણા લોકો જેહાદને પ્રેમ કરે છે અને પ્રશ્ન કર્યો કે શું આ જેહાદી ઉત્સાહમાં પોલીસે દીપુને તે કટ્ટરપંથીઓને સોંપી દીધો? કે પછી જેહાદી આતંકવાદીઓએ પોલીસને ધક્કો મારીને દીપુને પોલીસ સ્ટેશનની બહાર કાઢ્યો.

તસ્લીમાએ લખ્યું, "તેઓએ ભવ્ય ઉજવણી કરી. દીપુને માર મારવામાં આવ્યો, ફાંસી આપવામાં આવી અને સળગાવી દેવામાં આવ્યો. તે એક જેહાદી તહેવાર હતો." લેખકે સમજાવ્યું કે દીપુ ચંદ્ર દાસ તેમના પરિવારના એકમાત્ર કમાનાર હતા. તેમના અપંગ પિતા, માતા, પત્ની અને બાળક તેમની કમાણી પર ગુજરાન ચલાવતા હતા. હવે તેમનું શું થશે? તેમના સંબંધીઓને કોણ મદદ કરશે? તેમણે સમજાવ્યું કે દીપુના પરિવાર પાસે જેહાદીઓથી બચવા માટે ભારત ભાગી જવા માટે પૈસા પણ નથી. ગરીબો પાસે કોઈ નથી. તેમનો કોઈ દેશ બચ્યો નથી, કોઈ ધર્મ બચ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application