જામનગર: મોરકંડા નજીકની ખેતીની જમીનના વેચાણ-તબદીલી સામેની વચગાળાના મનાઈ હુકમની અરજી મંજુર
જામનગર તાલુકાના ગામ મોરકંડા મુકામે ખેતીની વારસાઈ રીતે ચાલી આવતી ખેતીની જમીન રે.સ.નં. નવા ૧૬૭, રે.સ.નં. જુના ૯૦/૧ પૈકી/૨ ક્ષેત્રફળ ૦-૭૦-૮૨ વાળી સંયુક્ત ખાતા નં.૧૪૫ વાળી જમીનમાં કો-ઓનર્સ પ્રતિવાદી નકુમ જયંતીલાલ જેરામભાઈ વિગેરે કુલ-૮ સહહિસ્સેદારોએ આ જમીન એનસેસ્ટ્રલ પ્રોપર્ટી હોવા છતાં પ્રતિવાદી નં.૨ની પુત્રી આરતીબેન જયંતીલાલ નકુમનો વારસાઈ હક્ક નાબુદ થાય તે રીતે અને વાદી બીનખેડુત બની જાય તે રીતે પ્રતિવાદી સહહિસ્સેદારોએ આ ખેતીની જમીન જાહેર નોટીસથી વેચાણ કરવા તજવીજ કરતા સહહિસ્સેદારો પૈકી પ્રતિવાદી નં.૨ના પુત્રી આરતીબેન જયંતીલાલે આ મિલ્કતના તબદીલી કે વેચાણ સામે વચગાળાનો તથા કાયમી મનાઈહુકમ મેળવવા પ્રતિવાદીઓ સામે સીવીલ કોર્ટ જામનગરમાં દાવો કરેલ હતો.
વાદી આરતીબેન વતી તેમના વકીલએ પોતાની લેખિત મૌખિક દલીલો પુરાવા સાથે રજુ કરતા અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટના ફાયદા મુજબ તથા ઇન્ડીયન સકસેસન એક્ટના કાયદા રુલ્સ રેગ્યુલેશન અને જોગવાઈઓ મુજબ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદા સાથે દલીલો કરી તેવી કાનુની તકરાર ઉઠાવેલ,વાદી વકીલની દલીલો માન્ય કરી સીવીલ કોર્ટ જામનગરે દાવા વાળી આ મિલકત પ્રતિવાદી સહહિસ્સેદારો કે તેના નોકરો, એજન્ટો કોઈપણ રીતે વેચાણ, તબદીલ, ટ્રાન્સફર ન કરે તેવો વચગાળાનો મનાઈહુકમ ફરમાવેલ છે.
વાદી તરફે વકીલ વિનોદભાઈ કટેશીયા તથા ભરતકુમાર વી. કટેશીયા તથા મનીષ પંડ્યા રોકાયા હતા.