જામનગરને આંગણે ફેબ્રુઆરી માસમાં અશ્ર્વમેઘ યજ્ઞ યોજાઇ રહ્યો છે, આ બાબતે મહારાજા જામ સાહેબ નવાનગર દ્વારા એક જાહેર સંદેશો પાઠવવામાં આવેલ છે, જેમાં જણાવ્યું છે કે આ અશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે હું કોઇપણ પ્રકારે જોડાયેલ નથી. પત્ર આ મુજબ છે.
મારા વહાલા પ્રજાજનોને જણાવવાનું કે, હાલમાં મને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક જાહેર આમંત્રણ અંગે જાણકારી મળેલી છે જેમાં લખ્યું છે કે, આગામી ફેબ્રુઆરી મહિનામાં રીધમસ ફાઉન્ડેશન દ્વારા અશ્ર્વમેઘ યજ્ઞનું આયોજન થવાની તૈયારી થઇ રહી છે. જેમાં વંશાવલીનું પ્રથમ પૂજન મહારાજા જામસાહેબશ્રીના રાજમહેલમાં કરી ત્યાંથી પોથીયાત્રા યજ્ઞશાળા સુધી જશે.
આ અંગે મારે સ્પષ્ટતા કરવાની છે કે, મને રીધમસ ફાઉન્ડેશન અંગે કોઇ જાણકારી નથી અને આ બાબતે મારા દ્વારા કોઇ મંજુરી દેવામાં આવી નથી. આ અશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે હું કોઇપણ પ્રકારે જોડાયેલ નથી. મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર તા. ૧-૧૨-૨૦૨૫ જામનગર.