વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ '12મી ફેલ' 27ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકો અને વિવેચકોએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ પણ કર્યો હતો. બાદમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ. જો કે ઓટીટી પર રિલીઝ થયા પછી તેને સૌથી વધુ હાઇપ મળી હતી.
ઓટીટી પર રિલીઝ થયા બાદ વિક્રાંત મેસીની ફિલ્મ '12મી ફેલ'ને સામૂહિક સ્તરે જોવામાં આવી હતી અને લોકો આ ફિલ્મના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નહોતા. સામાન્ય લોકો જ નહીં, ફિલ્મ સ્ટાર્સે પણ ફિલ્મની સ્ટોરી અને વિક્રાંત મેસીના અભિનયની પ્રશંસા કરી હતી. તાજેતરમાં '12મી ફેલ'ના એક ક્રૂ મેમ્બરે ખુલાસો કર્યો છે કે કેવી રીતે વિધુ વિનોદ ચોપરા વિક્રાંતના સ્ટારડમથી સંપૂર્ણપણે અજાણ હતા.
'12મી ફેલ'ના એક ક્રૂ મેમ્બરે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફિલ્મના શૂટિંગની કેટલીક ઝલક બતાવી છે અને સેટ પરથી એક કિસ્સો શેર કર્યો છે. તે ક્રૂ મેમ્બરે જણાવ્યું કે, જ્યારે વિધુ વિનોદ ચોપરાએ મુખર્જી નગરમાં વિક્રાંત મેસી માટે ભીડ જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સાથે તેણે લખ્યું કે ત્યાં જે વાતચીત થઈ તે કંઈક આ પ્રકારની હતી. આ વેળા વિધુ વિનોદ ચોપરાએ વિક્રાંત મેસીના સ્ટારડમને જોઇને કહ્યું હતું કે, ‘મને લાગ્યું કે તને ફિલ્મમાં લઇશ તો આરામથી મુખર્જી નગરમાં શૂટીંગ થઇ જશે, પણ તુ તો મોટો સ્ટાર નિકળ્યો.’
પોસ્ટમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે, વિધુ વિનોદ ચોપરાના શબ્દો અને વિક્રાંત મેસીનું સ્મિત એ હજારો લોકોનું પરિણામ હતું જેઓ આ સ્થળની બહાર ફિલ્મનું શૂટિંગ જોવા માટે એકઠા થયા હતા. મુખર્જી નગરમાં કોઇ પણ પ્રકારની મૂશ્કેલી સર્જાય નહી અને સરળતાપૂર્વક શૂટીગ થાય તેવી વિધુ વિનોદ ચોપરાની આશા પર પહેલા જ દિવસે પાણી ફરી વળ્યું. કેમ કે, આ સમયે ભીડને દૂર કરવું ખૂબ જ કપરૂ થઇ ગયું હતું. બાદમાં ચતુરાઇપૂર્વક એ ભીડને નિયંત્રિત કરવી પડી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech