જામનગર: નીટ પેપરકાંડના મામલે ધરણા બાદ શિક્ષણમંત્રીને આવેદનપત્ર
વિદ્યાર્થીઓના સપનાની હત્યા થઇ છે: સંડોવાયેલાઓ સામે પગલા ભરવા રચનાબેન નંદાણીયાની માંગણી
લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા સમાન નીટ પેપરકાંડના મુદે જામનગરના ધારાસભ્ય અને શિક્ષણમંત્રીને એક આવેદનપત્ર આપી જવાબદાર સામે પગલા લેવા લાલબંગલા સર્કલ ખાતે આંખે પાટા બાંધી ધરણા કર્યા બાદ માંગણી કરી છે.
પૂ. નગરસેવિકા રચના નંદાણીયાએ દેશના ૧૭ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા, અને દુ:ખ વ્યકત કર્યું હતું, અને આ મુદે તેમને કાર્યકરો સાથે આંખે પાટા બાંધી લાલબંગલા ખાતે શાંત ધરણા કર્યા હતાં. ત્યારબાદ શિક્ષણમંત્રી રિવાબાના કાર્યાલયે જઇને આવેદનપત્ર આપ્યું હતું તેમની સાથે રોશનબેન નાઇ, સિદ્ધરાજસિંહ પરમાર, આર.જે.આશા, સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.