જામનગર : કનસુમરા ગ્રામ સાર્વજનીક ટ્રસ્ટના ઉચાપતના કેસમાં મુખ્ય આરોપીનો જામીન ઉપર છુટકારો
જામનગર જીલ્લમાં ચકચાર બનેલ ટ્રસ્ટના ૧૭ કરોડ જેટલી નાણાકીય ઉચાપતના કેસસમાં કનસુમરા ગ્રામ પંચાયતની હદમા આવેલ અવેડીયા તરીકે ઓળખાતી ગ્રામ પંચાયતની માલીકીની જમીનનું જીઆઇડીસીમાં સંપાદન થતા અંદાજે ૨૦ થી ૨૨ કરોડ જમીનના વળતર પેટે ટ્રસ્ટના એકાઉન્ટમા જમા થયેલ હતા અને આ રકમમનો ઉપયોગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કનસુમરા ગામમા પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગાયો તથા અન્ય પશુ પક્ષીઓના અરોગ્ય સવર્ધન તથા ઘાસચારા જેવા ગામ સમસ્તની સુખાકારી ઉત્કર્ષનાા હેતુ માટે વાપરવાના હતા. પરંતુ ટ્રસ્ટીઓએ પોતાના હોદાનો દુરઉપયોગ કરી ટ્રસ્ટની જોગવાઇઓનો ગેરલાભ લઇ ઠરાવો કરી આશરે ૧૫ થી ૧૭ કરોડ જેટલી રકમના દાન ચેકથી અન્ય ટ્રસ્ટો તેમજ એનજીઓમાં ટ્રાન્સફર કરી અને અન્ય ટ્રસ્ટોને કમીશન આપી બાકીની રકમ રોકડમા ટ્રસ્ટીઓએ પરત મેળવી અને પોતાના અંગત આર્થીક ફાયદા માટે વાપરી નાખેલ હતી આ બાબતેની ફરીયાદ કનસુમરાના ગ્રામજન કાસમ દોસમામદ ખીરાએ તમામ ટ્રસ્ટીઓ સામે નોંધાવી હતી પોલીસે તમામ ટ્રસ્ટીઓ સામે જંગી રકમની નાણાકીય ઉચાપની ફરીયાદ નોંધી મુખ્ય આરોપી ઇકબાલ હારૂનભાઇ ખીરાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
આ કામમાં પોલીસે ધરપકડ કરેલ ટ્રસ્ટીઓ પૈકી મુખ્ય આરોપી હારૂનભાઇ ખીરાએ વકીલ મારફત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી અને જામીન અરજીનો વિરોધ કરવા તપાસ કરનાર અમદવાર ઇન્સ્પેકટર સીટી-બી ડીવીઝન દ્વારા ખુબ જ લ:ાપણુર્વકનુ સોગંદનામુ રજુ કર્યુ હતુ અરજદાર તરફે હાજર થયેલ વકીલ દ્વારા હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટના જામીન અરજીને લગત જુદા જુદા ચુકાદાઓ રજી કરી દલીલ કરતા નાણાની ઉચાપત થયાનો આક્ષેપ છે તેવા કોઇ નાણા અરજદરોને મળેલાનુ પોલીસ તપાસમા ખુલેલ નથી કે આરોપીઓ પાસેથી કોઇ ડિસ્કવરી કે રિકવરી થયેલ નથી પોલીસ તપાસ પુર્ણ થઇ ગયેલ છે ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા જામીનના નિર્પયમાં પ્રસ્થાપીત કરેલ ચુકાદા મુજબ કેસ ચાલતા સુધી આરોપી નિર્દોશ છે ત્યારે પ્રિ ટ્રાયલ પનિશમેન્ટ સ્વરૂપે લાંબો સમય જેલમા રાખીને બંધારણ દ્વારા વ્યકિત સ્વતંત્રતા અધિકારો છીનવી શકાય નહી આ તમામ દલીલો ઘ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટ મુખ્ય આરોપીને શરતોને આધીન એક લાખના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમા અરજદાર/આરોપી તરફે સિનીયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ વિરાણી, પ્રેમલભાઇ રાચ્છ, જયદીપ કે. મોલીયા, સિઘ્ધાર્થ એસ. સાપરીયા તેમજ ટ્રેની દર્શનપુરી ગોસ્વામી રોકાયા હતા.