દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના ચંદ્રવાડામાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતો શખ્સ ટ્રેક્ટર સાથે ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર ખનીજ ખનન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, દેવભૂમિ દ્વારકાના પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન કલ્યાણપુર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.હાથલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ યુ.બી.અખેડ તથા રાવલ આઉટપોસ્ટના પોલીસ સ્ટાફે ચંદ્રવાડા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રેતી ભરીને આવતા એક ટ્રેક્ટરને રોકીને તપાસ કરી હતી. ટ્રેક્ટર ચાલક પાસે રેતી ખનન કે પરિવહન અંગેના કોઈ આધાર-પુરાવા ન મળી આવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો છે.
આ મામલે પોલીસે ટ્રેક્ટર ચાલક અરજણભાઈ ઉર્ફે ભરત ગીગાભાઈ મોઢવાડીયા (ઉંમર વર્ષ ૩૯, ધંધો: ખેતીકામ, રહે. ચંદ્રવાડા ગામની સીમ, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા)ની અટકાયત કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર કબ્જે કર્યું છે.