BREAKING NEWS

જામનગર: કિશાનચોક નજીક પગના દુ:ખાવાથી કંટાળી પ્રૌઢે વખડા ધોળ્યા

  • June 06, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કિશાનચોક નજીક પગના દુ:ખાવાથી કંટાળી પ્રૌઢે વખડા ધોળ્યા

ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં મૃત્યુ થયું

જામનગરના કિશાનચોક નજીક ઉનની કંદોરી સામે રહેતા એક પ્રૌઢે પગના દુ:ખાવાથી કંટાળીને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા શોકનુ મોજુ ફેલાયુ હતું. 
​​​​​​​
ઉનની કંદોરીની સામે રહેતા લાલજીભાઇ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૬૦) નામના પ્રૌઢને છેલ્લા બે વર્ષથી પગ, ગોઠણની ઘુંટીમાં ખુબજ દુ:ખાવો થતો હતો, યોગ્ય રીતે હલન ચલન કરી શકતા ન હોય જેથી આ દુ:ખાવાથી કંટાળીને પોતાને ઘરે ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
​​​​​​​
જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે, આ બનાવ અંગે ભરત લાલજીભાઇ વાઘેલા દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application