જામનગરમાં જીવા સેતાના ડેલા પાસે ઝેરી દવા પી લઇ આધેડનો આપઘાત
સિકકા કારાભુંગામાં ઉલ્ટી બાદ બેભાન અવસ્થામાં યુવતિનું મૃત્યુ
જામનગરના જીવા સેતાના ડેલા પાસે રહેતા એક આધેડે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે, બીજા બનાવમાં સિકકા કારા ભુંગા વિસ્તારમાં ઉલ્ટી થયા બાદ બેભાવન અવસ્થામાં સારવારમાં ખસેડાયેલી યુવતિનું મૃત્યુ નિપજયુ છે.
જામનગરના સેતાવાડ વિસ્તાર જીવા સેતાના ડેલા પાસે રહેતા મહમદહુશેન હાજીભાઇ કોરેજા (ઉ.વ.૪૮) એ ગત તા. ૪ના રોજ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલ આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જયા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે આ અંગે જાવેદ મહમદહુશેનભાઇ દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાણ કરાતા તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજા બનાવમાં સિકકા શાક માર્કેટ વિસ્તારમાં રહેતા સલમાબેન અનવરભાઇ ગંઢાર (ઉ.વ.૩૦) તા. ૯ના રોજ પોતાના ઘરે હોય એ દરમ્યાન ઉલ્ટી ઉબકા થતા બેભાન થઇ ગયા હતા, આથી પ્રથમ સિકકા સીએચસી સેન્ટર અને ત્યાથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યુ હતું. આ બનાવ અંગે અમીનાબેન ભગાડ દ્વારા સિકકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.