જામનગર શહેર સંધિ મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા ૪૧૫ વિદ્યાર્થીઓ તથા વિધાર્થિનીઓનો સન્માન સમારોહ યોજાયો
જામનગર શહેર સંધિ મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા *૪૧૫ વિદ્યાર્થીઓ તથા વિધાર્થિનીઓનો સન્માન સમારોહ તારીખ ૦૭/૦૬/૨૦૨૬ રવિવાર ના રોજ ટાઉનહોલ ઑડીટોરિયમ માં સફળતાપૂર્વક યોજાઈ ગયો અને સમાજનો ભરપૂર સાથ સહકાર અને પ્રેમ મળ્યો છે.
આ આયોજીત સમારોહમાં જામનગર શહેર સંધી સમાજના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, પ્રતિષ્ઠિત શિક્ષિત અગ્રણીઓ,શિક્ષકો, વકીલ,પોલીસ અને સમાજના મોભીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી સ્ટેજની રોનક માં વધારો કર્યો હતો અને સમાજને શિક્ષિત બનવા પ્રેરણા આપી હતી.
આ સાથે આપણા સમાજના કુલ ૮ દીકરા દીકરીઓએ શિક્ષણ તથા સામાજિક જવાબદારીઓ બાબતે મોટીવેશન કરતુ સંબોધન પણ કર્યુ હતું અને કાર્યક્ર્મ માં આવેલા મહેમાનો ના દીલ જીતી લીધાં હતાં. તાલીઓના ગડગડાટ થી સહુ મહેમાનો એ તેમને વધાવી લીધા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્વીરાબેન સમા અને રમઝાનભાઈ નોયડા (એનજીઓ-માસ્ટર ટ્રેનર SIRD સ્પીપા) તથા જાહિદભાઈ નોયડાએ(જિલ્લા પ્રોગ્રામ કોર્ડિનેટર-જિલ્લા પંચાયત) કર્યું હતું.
આ સાથે જણાવવાનું કે આપણા સમાજના તમામ નામી અનામી આગેવાનો, મહેમાનો, મોભીઓ, તથા અમારા વહાલા વિદ્યાર્થીઓ, સહુનો અમે તહેદીલથી આભાર માનીએ છીએ, આવી જ રીતે સમાજ ના કાર્યો માં આપનો સાથ સાથે સહકાર મળતો રહે અને જામનગર શહેર સંધિ સમાજ ની એક્તા કાયમ રહે, સાથો સાથ આપણો સમાજ શિક્ષીત બને, એક બને, નેક બને, એવી દુવા.