BREAKING NEWS

રાજકોટમાં વધુ એક હત્યાઃ પુત્રએ ગળું દબાવી પિતાને મોતને ઘાટ ઉતાર્યા

  • August 05, 2026 07:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા કરતી વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના કણકોટ રોડ નજીક આવેલી એક બાંધકામ સાઈટ પર સગીર વયના પુત્રએ જ પોતાના ૪૦ વર્ષીય પિતાની ગળેટૂંપો આપીને નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.


દારૂની કટેવ અને ઘરેલુ હિંસાથી કંટાળીને પગલું ભર્યાનું રટણ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સગીર આરોપીની અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ સમક્ષ સગીર પુત્રએ રટણ કર્યું હતું કે તેના પિતા દારૂ પીવાની ગંભીર લત ધરાવતા હતા અને અવારનવાર દારૂ પીને તેની માતા સાથે મારપીટ તેમજ ઘરેલુ હિંસા આચરતા હતા. આ ઉપરાંત પિતા અવારનવાર દારૂ પીવા માટે પૈસાની માંગણી કરીને પરિવારને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળીને તેણે આ ગંભીર પગલું ભર્યું હોવાનો દાવો કર્યો છે.


પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બાંધકામ સાઈટ પર બનેલી આ ઘટના અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સગીર પુત્ર સામે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કણકોટ રોડ પર બનેલી આ કરૂણ ઘટનાએ કૌટુંબિક કલેશ અને વ્યસનના લીધે ઉજડાતા પરિવારોનો કરૂણ ચહેરો ફરી એકવાર સામે લાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News