BREAKING NEWS

જામનગરના નવરાત્રી સંચાલક સંજય ચેતરીયાને રીમાન્ડ પર લેવાયો

  • August 03, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના નવરાત્રી સંચાલક સંજય ચેતરીયાને રીમાન્ડ પર લેવાયો

જુદી જુદી ચાર ફરીયાદ બાદ પંચકોશી-બી પોલીસ દ્વારા કરાતી પુછપરછ

જામનગરના નવરાત્રીના સંચાલક સામે છેતરપીંડી કરીને ધમકી દીધાની અલગ અલગ ચાર ફરીયાદો તાજેતરમાં નોંધાવવામાં આવી હતી જેમાં પંચકોશી-બી પોલીસમાં બે ફરીયાદો નોંધાઇ હતી જેના આધારે તપાસ હાથ ધરીને આરોપી સંચાલકની ધરપકડ કરી રીમાન્ડ પર લઇને વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. 

જામનગરના નવરાત્રી સંચાલક અને યુ-ટયુબર સંજય ચેતરીયા સામે તાજેતરમાં સીટી-એ ડીવીઝન, સીટી-બી ડીવીઝન અને પંચકોશી-બીમાં બે મળીને ચાર ફરીયાદ નોંધાવવામાં આવી હતી જે અનુસંધાને તપાસ હાથ ધરી હતી.

૨૦૨૩ની સાલમાં આરોપી સંજય ચેતરીયાએ નવરાત્રીના આયોજન માટે રાજકોટના જમીન લે-વેચના ધંધાર્થી પાસેથી ૧૨.૫૦ લાખની રકમ લીધી હતી તેમાં ૫ લાખ પરત આપી દીધા હતા એ પછી ફરીયાદીએ બાકીની રકમ માંગતા ખોટા વિડીયો બનાવી પોતાની ચેનલમાં મુકવા સહિતની દાંટી મારી હતી આથી મામલો પોલીસમાં પહોચ્યો હતો, તેમજ અન્ય વ્યકિત પાસેથી ઇવેન્ટમાં જમણવારની વ્યવસ્થા કરવા કામ પેટે ચુકવવા સાડા આઠ જેટલી રકમ આરોપીએ ચુકવી ન હોવાનુ અને ધમકી દીધાની પંચ-બીમાં ફરીયાદ થઇ હતી તેમજ અન્ય એક મામલો પણ પોલીસમાં પહોચ્યો હતો, ઉપરાંત જેસીઆર સિનેમાના મેનેજમેન્ટમાં સંકળાયેલા વેપારીને નવરાત્રીના ગ્રાઉન્ડના ભાડા અને નુકશાની બાબતે નોટીસ આરોપીને આપવામાં આવી હતી જે બાબતે ફરીયાદીને ધમકી આપવામાં આવી હોવાનો મામલો પણ પોલીસમાં પહોચ્યો હતો.

આ ફરીયાદોના અનુસંધાને પોલીસ દ્વારા સંજય ચેતરીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી દરમ્યાનમાં પંચકોશી-બી પીઆઇ રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ કરીને ત્યાં દાખલ થયેલી ફરીયાદ અનુસંધાને આરોપી સંજય ચેતરીયાની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રીમાન્ડ પર લઇને સધન પુછતાછ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application