BREAKING NEWS

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આમ આદમી પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો

  • November 16, 2026 12:59 PM 

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આમ આદમી પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા

આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરિવર્તનનો સંકલ્પ દોહરાવાયો

મિશન ૨૦૨૭ અંતર્ગત જામનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત સંકલ્પ સાથે આગળ વધ્યું

આમ આદમી પાર્ટી, કાલાવડ વિધાનસભા ના પ્રભારી *ડો.કલ્પેશ મકવાણા* દ્વારા ધ્રોલ ખાતે નૂતન વર્ષ નિમિત્તે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉત્સાહી કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, સુરતના કોર્પોરેટર તેમજ પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી, કોર્પોરેટર પંકજ ચાવડા, પ્રદેશ સંગઠન મંત્રી તેજસ ગાજીપરા, જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, જામનગર લોકસભા પ્રમુખ ડૉ. જીગ્નેશ સોલંકી, કાલાવડ વિધાનસભા પ્રભારી ડૉ. કલ્પેશ મકવાણા, જામનગર રૂરલ વિધાનસભા પ્રભારી પ્રકાશભાઈ દોંગા તથા કાલાવડ વિધાનસભા સંગઠન મંત્રી કે.પી. બથવાર જેવા સન્માનિત નેતાઓ હાજર રહ્યા હતા. 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જનમેદનીને સંબોધિત કરતા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાતના ખેડૂતોની કથળતી પરિસ્થિતિ, ખેતીના પ્રશ્નો, યુવાનોના ભવિષ્ય તેમજ આવનારી પેઢીના હિતોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પરિવર્તન લાવવા, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે મજબૂત રાજકીય લડત આપવાનો સંકલ્પ આ મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન ડૉ. કલ્પેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેમના સુચારુ સંકલન તથા કાર્યકરોના ઉત્સાહપૂર્ણ સહકારથી કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. હજારો કાર્યકરોની આ વિશાળ ઉપસ્થિતિ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે જામનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન નવી ઊર્જા અને મજબૂત સંકલ્પ સાથે ૨૦૨૭ની ચૂંટણીની તૈયારીઓમાં પૂરઝડપે આગળ વધી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application