ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતી અને દાઉદભાઈ ઈલ્યાસભાઈ રૂકલાણીની ૨૬ વર્ષની પરિણીત પુત્રી રીયાનાબેન ફિરોજભાઈ બેતારાને તેણીના સાસુએ ઘરકામ બાબતે ઠપકો આપતા આ બાબતે થયેલી બોલાચાલી બાદ તેણીને માઠું લાગી આવતા તેમણે પોતાના હાથે એસિડની બોટલ ગટગટાવી લીધી હતી. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા દાઉદભાઈ રૂકલાણી (રહે. ગાંધીનગરી- ઓખાએ મીઠાપુર પોલીસને કરી છે.