BREAKING NEWS

જામનગરની પોસ્ટ ઓફીસોના સાયબર ફ્રોડમાં નવ કર્મચારીઓને પુછપરછ માટે બોલાવાયા

  • November 04, 2026 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

જામનગરની પોસ્ટ ઓફીસોના સાયબર ફ્રોડમાં નવ કર્મચારીઓને પુછપરછ માટે બોલાવાયા


જામનગરમાં પોસ્ટઓફીસોના સાયબર ફ્રોડના પ્રકરણમાં તપાસ ચાલી રહી છે જે અનુસંધાને નવ કર્મીઓને સાયબર પોલીસ દ્વારા પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને આ પ્રકરણની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

જામનગરની મુખ્ય ટપાલ કચેરીમાં જુદા જુદા નામે ખાતા ખોલાવી ૬૪ લાખના સાયબર ફ્રોડના કેસમાં નાણાં હેરફેરનો ચોકકસ આંકડો તપાસના અંતે બહાર આવશે આ પ્રકરણમાં જુદા જુદા ટપાલ કચેરીઓના નવ જેટલા કર્મીઓને પોલીસે પુછપરછ માટે બોલાવતા ચકચાર જાગી છે. 

અન્ય રાજયમાં સાયબર ફ્રોડ કેસની તપાસમાં અગાઉ ખુલેલી વિગતો અને ત્યાર બાદ એક ટપાલકર્મી સામેની ખાતાકીય તપાસ અંગેનો અહેવાલ તૈયાર કરાયો હતો. જે બાબતમાં પોલીસ ઉંડાણપુર્વકની તપાસ કરે તો અન્ય અધિકારીને પણ રેલો પહોચે તેવી શકયતાઓ સુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ પ્રકરણમાં અગાઉ નોંધાયેલી ફરીયાદ અનુસંધાને જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે દરમ્યાન શહેરની જુદી જુદી પોસ્ટ ઓફીસોમાં ફરજ બજાવતા નવ જેટલા કર્મચારીઓને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ફ્રોડનો આંકડો વધવાની શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે. 

 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application