સોલહ બરસ કી બાલી ઉમર કો સલામ, પ્યાર તેરી પહેલી નઝર કો સલામ, ફિલ્મ એક્દુજે કે લિયેનું ગીત રાજકોટના એક કિસ્સામાં ફિટ બેસી રહ્યું છે. કાલાવડ રોડ પર રહેતી 16 વર્ષીય સગીરાને 26 વર્ષના યુવક સાથે પ્રેમ થયા બાદ ગઈકાલે પ્રેમી યુવકે ઝગડો કરી મારકૂટ કરી હતી જે વાતનું લાગી આવતા સગીરાએ ફિનાઈલ પી લેતા સારવાર માટે ખસેડાઇ હતી. સગીરા અને તેનો બોય ફ્રેન્ડ ગઈકાલે મિત્રો સાથે જમવા ગયા હતા ત્યારે સગીરાનો સ્કૂલ ફ્રેન્ડ ત્યાં મળી જતા તેણીએ તેની સામે જોયું હતું, આથી બોયફ્રેન્ડને શંકા જતા તે એની સામે કેમ જોયું ? કહી ઝગડો કર્યો હતો અને ત્યાંજ મારકૂટ કરતા પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા ક્વાર્ટરમાં રહેતી 16 વર્ષીય સગીરા ગઈકાલે ઘરે હતી ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
સગીરાના કહેવા મુજબ એક વર્ષ પહેલા હું મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી ત્યાં ગઈ હતી ત્યારે ભગવતીપરામાં જયરાજ સાથે પરીચય થતા બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઇ હતી. અને ફોન નંબરની આપ લે કરી હતી. જે પછી અમે અવાર-નવાર હરવા ફરવા જતાં હતાં. ગઈકાલે ગ્રુપમાં બધા જમવા માટે ગયા હતા ત્યારે ત્યાં મારો સ્કૂલ ફ્રેન્ડ ત્યાં હતો આથી મેં તેની સામે જોતા જયરાજ ઉશ્કેરાયો હતો અને તું શું કામ એની સામે જોવે છે? કહી ઝઘડો કર્યો હતો. અને ત્યાંજ એલફેલ બોલવા લાગી માથાકુટ કરવા લાગતા હું ત્યાં થી જતી રહી હતી. આ વાતનું લાગી આવતા ફિનાઈલ પીધું હતું. પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application