BREAKING NEWS

ચાલુ મહિને અજમેર, જયપુર, પ્રયાગરાજ જવા રાજકોટ-બરૌની સ્પેશિયલ ટ્રેનના ચાર ફેરા

  • November 04, 2026 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ રેલવે દ્વારા હાલ દિવાળી તહેવારોની સિઝન દરમિયાન અજમેર, જયપુર, પ્રયાગરાજ સહિતના ઉત્તર ભારતમાં જવા રાજકોટ- બરૌની- રાજકોટ વચ્ચે ચાલો મહિનામાં સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની ચાર-ચાર ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ નંબર 09569/ 09570 રાજકોટ- બરૌની- રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 4-4 ફેરા પૈકી નંબર 09569 રાજકોટ- બરૌની સ્પેશિયલ 05 નવેમ્બર 2026થી 26 નવેમ્બર 2026 સુધી દર ગુરુવારે રાજકોટથી 17.00 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 09.15 કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે વળતા નંબર 09570 બરૌની- રાજકોટ સ્પેશિયલ 07 નવેમ્બર 2026થી 28 નવેમ્બર 2026 સુધી દર શનિવારે બરૌનીથી 22.00 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 14.30 કલાકે રાજકોટ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પ્રયાગ જંક્શન, ફૂલપુર, જંઘઈ, જૌનપુર, ઔડિહાર, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને અનરિઝર્વ્ડ એટલે કે જનરલ શ્રેણીના કોચ રહેશે. આ ટ્રેન માટે રિઝર્વેશન રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ ઉપર રિઝર્વેશન ચાલુ થઈ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application