BREAKING NEWS

ઉપલેટાની સગીરા પર પૂર્વ પ્રેમીનું દુષ્કર્મ, ન્યુડ વીડિયો વાયરલ કરી દીધા

  • November 04, 2026 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંથકની ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ આ શખસ સાથે સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા પૂર્વ પ્રેમીએ તરૂણીના વાંધાજનક વીડિયો તેના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુકી વાયરલ કરી દીધા હતાં. જે અંગે પીડિતાની માતાની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે પોકસો, આઇટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઉપલેટા પંથકમાં રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં એક 17 વર્ષની પુત્રી છે. તેમને તાજેતરમાં જ સંબંધીઓના ફોન આવેલ હતા અને તેમણે જાણ કરી હતી કે, તમારી પુત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બિભત્સ વિડીયો પોસ્ટ થયેલ છે. જેથી માતાએ તાત્કાલિક પુત્રીને આં અંગે પૂછતાં સગીરાએ આપવીતી જણાવી હતી.


પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સગીરાએ માતાને જણાવ્યું હતું કે, ચારેક વર્ષ પૂર્વે તેણીનો ગામમાં જ એક શખસ સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતાં વાતચીત શરૂ થઇ હતી. બંને વચ્ચે વાતચીતનો દોર આગળ વધતા તે શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બાદ આરોપીએ સગીરાને તેની ઓફિસે બોલાવી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પ્રેમ સંબંધ દરમિયાન આરોપીએ સગીરાના ઇન્સ્ટાગ્રામ આઇડીનો પાસવર્ડ પણ મેળવી લીધો હતો. બાદ વિકૃત શખસો વીડિયો કોલમાં સગીરાનુ ન્યુડ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં સગીરાએ પ્રેમ સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા શખ્સે તેણીના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગીરાનો ન્યુડ વિડીયો પોસ્ટ કરી દીધો હતો.


જેથી સગીરાએ તાત્કાલિક ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી તે વિડીયો દૂર કર્યો હતો. બાદમાં બનાવની જાણ થતાં પરિજનોએ હિંમત દાખવી ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. પીડિતાની માતાએ ફરિયાદ આપતાં ઉપલેટા પોલીસે દુષ્કર્મ, પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને હાથવેંતમાં લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News