BREAKING NEWS

સોની બજારમાં કરોડોનું ફુલેકું ફેરવી ભુગર્ભમાં ઉતરી ગયેલો બુલિયન હસુ લોઢીયા ઝડપાયો

  • November 05, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવાર પૂર્વે જ સોની બજારમાંથી વેપારીઓનુ કરોડોનુ સોનું અને રોકડ લઇ ભુગર્ભમાં ઉતરી ગયેલો બુલિયન હસુ લઢીયા ઝડપાયો છે. આરોપી સામેથી હાજર થયાની ચર્ચા છે. પોલીસ દ્વારા આરોપીની સઘન પુછતાછ કરવામાં આવી છે. ફુલેકું ફેરવનાર બુલિયન ઝડપાતા સોની બજારમાં ભારે ચર્ચા જાગી છે.


સોની બજારમાં જૂની ગધીવાડ શેરીમાં રમેશચંદ્ર એન્ડ સન્સ નામની સોનાની પેઢી ધરાવતાં જતીનભાઈ પાટડીયાએ આરોપી હસમુખ ઉર્ફે હસુને રૂ.૭.૭૬ કરોડનું ૫ કિલો ફાઇન સોનુ કમીશનથી વેંચવા આપ્યું બાદ ફોન સ્વીચઓફ કરી શહેરમાંથી પોબારા ભણી ગયો હતો અને અન્ય ત્રણ વેપારી પાસેથી સોના ખરીદવાના રોકડ રૂ.૫૨ લાખથી વધુની રકમ પણ પડાવી લીધાનું સામે આવ્યું હતું.


જે મામલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.વી.વાઢીયાએ ગુનો નોંધ્યા બાદ સોની વેપારીઓને અપીલ કરતાં આરોપીનો ભોગ બનનાર અને પેલેસ રોડ પર બાલાજી જ્વેલર્સ નામની પેઢી ધરાવતા વેપારી કરણભાઈ પરેશભાઈ દોશી પોલીસને જણાવ્યું હતું કે, આરોપી પાસેથી તેઓને 2300 ગ્રામ સોનુ ખરીદવાનું હતું. જે મામલે બંને વાતચીત થયા બાદ આરોપીને તેઓએ આરટીજીએસ મારફત 3.52 કરોડ ટ્રાન્સફર કર્યા હતાં. જે બાદ આરોપી ફોન સ્વીચઓફ કરી ફરાર થઇ ગયો હતો.


એ.ડિવિઝન પોલીસે સૌરાષ્ટ્રભરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન ગઈકાલે આરોપી હસુ લોઢીયા પોલીસ મથકમાં સામેથી હાજર થયાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application