BREAKING NEWS

રાજકોટ મનપાના વર્ગ-4ના કર્મીઓની દિવાળી સુધરી: 2000 કર્મચારીઓને રૂ.1.40 કરોડનું બોનસ

  • November 04, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-૪ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારની જાહેરાતને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ૨,૦૦૦ કર્મચારીઓને પ્રત્યેકને રૂ.૭૦૦૦નું દિવાળી બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મનપાની તિજોરીમાંથી કુલ રૂ.૧.૪૦ કરોડની રકમ બોનસ પેટે ચૂકવવામાં આવશે.


રાજ્ય સરકાર દ્વારા વર્ગ-૪ના કર્મચારીઓ માટે રૂ.૭૦૦૦ સુધીના એડહોક બોનસની જાહેરાત કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ તેનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મનપાના આશરે ૨૦૦૦ કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં આર્થિક રાહત મળશે.


બોનસ માટે નક્કી કરાયેલી શરતો મુજબ વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન કર્મચારીએ ઓછામાં ઓછા સળંગ છ મહિના કામગીરી કરેલી હોવી જરૂરી છે. જ્યારે દૈનિક વેતનદાર કર્મચારીઓ માટે ઓછામાં ઓછા ૨૪૦ દિવસ કામગીરીની શરત રાખવામાં આવી છે. પાત્ર કર્મચારીઓને નિયમો મુજબ બોનસ ચૂકવવામાં આવશે. દિવાળીના તહેવારો દરમિયાન મનપાના વર્ગ-૪ના કર્મચારીઓને રૂ.૧.૪૦ કરોડનું બોનસ આપવાના નિર્ણયથી કર્મચારીઓ અને તેમના પરિવારોને તહેવારની ઉજવણીમાં આર્થિક ટેકો મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application