રાષ્ટ્રપ્રેમનું ઉમદા ઉદાહરણ : સશસ્ત્ર સેના ધ્વજ્દીન ભંડોળમાં જામનગરના એક દાતાએ રૂ.૧.૫૧ લાખનું યોગદાન આપ્યું
રાષ્ટ્રપ્રેમનું ઉમદા ઉદાહરણ : સશસ્ત્ર સેના ધ્વજ્દીન ભંડોળમાં જામનગરના એક દાતાએ રૂ.૧.૫૧ લાખનું યોગદાન આપ્યું
November 27, 2025 12:57 PM
દેશના બહાદુર જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુ સાથે જામનગરના નાગરિક અંબારામ સંઘાણીએ સશસ્ત્ર સેના ધ્વજ્દીન ભંડોળ માટે રૂ. ૧.૫૧ લાખનું માતબર અને ઉદાર હાથે ફાળો આપી સમાજને નવી રાહ ચીંધી છે. સંઘાણી દ્વારા આપવામાં આવેલો આ ફાળો આપણા બહાદુર જવાનો, પૂર્વ સૈનિકો તેમજ રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદ જવાનોના પરિવારજનોના કલ્યાણ અને પુનર્વસન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે અંબારામ સંઘાણીએ પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સરહદ પર રાત-દિવસ જાગતા જવાનો અને દેશ માટે શહીદ થનારા પરિવારો માટે આપણું નાનું યોગદાન પણ અત્યંત મૂલ્યવાન છે.
તેમણે જામનગર સહિત સમગ્ર સમાજના તમામ નાગરિકોને હૃદયપૂર્વક અપીલ કરી હતી કે, આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીને પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપે જેથી વધુમાં વધુ જવાનોના પરિવારોને મદદ મળી શકે. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના કમાન્ડર સંદીપ જયસ્વાલે અંબારામ સંઘાણીના આ યોગદાન બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.