આજે શ્રાવણનો અંતિમ દિવસ: અમાસ નિમિતે ભાવિકો દ્વારા પિતૃતર્પણ
આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે શ્રાવણી અમાસ છે. આ દિવસ નિમિતે જામનગર શહેરનાં અનેક શિવાલયોમાં ભકતજનો દ્વારા પીપળાને પાણી રેડી પિતૃતર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના સિદ્ધનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ, નાગેશ્ર્વર મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ, ભીડભંજન મહાદેવ, નીલકંઠ મહાદેવ, નર્મદેશ્ર્વર મહાદેવ, જડેશ્ર્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, હજારેશ્ર્વર મહાદેવ સહિતનાં શિવાલયોમાં પરિવારજનો સાથે ભકતજનોએ મહાદેવનાં દર્શન કરી શાસ્ત્રોકત વિધિથી પિતૃને પીપળે પાણી રેડી ધન્યતા અનુભવી હતી. હિન્દુ પંચાગ પ્રમાણે શ્રાવણ માસને વર્ષમાં સૌથી પવિત્રમાંનો એક માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવની આરાધના માટે શ્રાવણ માસનું વિશેષ સ્થાન છે. આખા મહિનામાં શિવ મંદિરોમાં પુજન અર્ચન, અભિષેક, બિલ્વીપત્ર અર્પણ, જલાભિષેક, રૂદ્રાભિષેક, સત્સંગ સહિતનાં ભકિતમય કાર્યક્રમો યોજીને હરિ અને હરની કૃપા પ્રાપ્ત કરતા હોય છે.