જામનગર નજીક કનસુમરા ગામે ચકચારી બનેલા ટ્રસ્ટ ઉચાપત કાંડમાં આરોપીને જામીન મુક્ત કરવા આદેશ...
જામનગર જીલ્લામાં ચકચાર બનેલ ટ્રસ્ટના રૂપીયા સતર કરોડ જેટલી નાણાકીય ઉચાપતના કેસની વિગત એવી છે કે, કનસુમરા ગ્રામપંચાયત હદમાં આવેલ અવેડીયા તરીકે ઓળખાતી ગ્રામ પંચાયતની માલિકીની જમીનનું જી.આઈ.ડી.સી માં સંપાદન થતા અંદાજે રૂપીયા વીસ થી બાવીસ કરોડ જમીનના વળતર પેટે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થયેલા હતા અને આ રકમનો ઉપયોગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કનસુમરા ગામમાં પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગાયો તથા અન્ય પશુ-પક્ષઓના આરોગ્ય, સંવર્ધન તથા ધાસચરા જેવા ગામ સમસ્તની સુખાકારી, ઉન્કર્ષના હેતુ માટે વાપરવાના હતા પરંતુ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાના હોદાનો દુર-ઉપયોગ કરી અને ટ્રસ્ટીની જોગવાઈઓનો ગેરલાભ લઈ ટ્રસ્ટમાં ઠરાવો કરી આશરે સોળ થી સતર કરોડ જેટલી રકમના દાન ચેકથી અન્ય ટ્રસ્ટો તેમજ એન.જી.ઓ માં ટ્રાન્સફર કરી અને તેવા ટ્રસ્ટોને કમીશન આપી બાકીની રકમ રોકડમાં ટ્રસ્ટીઓ પરત મેળવી અને પોતાના અંગત આર્થિક ફાયદા માટે વાપરી નાખી હતી.
આ બાબતેની ફરીયાદ કનસુમરાના ગ્રામજન કાસમ દોષમામદ ખીરાએ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ સામે નોંધાવેલ હતી અને પોલસે તમામ ટ્રસ્ટીઓ સામે જંગી રકમની નાણાકીય ઉચાપતની ફરીયાદ નોંધી જે ગુન્હાના કામે આરોપી હનીફ ઉર્ફે જીનડી અલ્લારખાભાઈ ખીરા નાએ જામીન અરજી ચાલી જતા સરકાર તરફે આરોપીઓના જામીન ના મંજુર કરવા વાઘાં લેવામાં આવ્યા હતા પરંતુ આરોપીઓના વકીલ ની કાયદાકીય દલીલ ને ધ્યાને લઈ આરોપી હનીફ ઉર્ફે જીનડી અલ્લારખાભાઈ ખીરા ને જામીન મુકત કરવામાં આવ્યા હતા.
આરોપી તરફે વકીલ અશોક એચ.જોશી તથા એમ.એચ.ખારા તથા પી.પી. મકવાણા તથા એસ.એચ.રુન્જા તથા જયોતી બી.પરમાર રોકાયેલ હતા.