જામનગર : કરાર પાલનના દાવામાં પ્રતિવાદીની એક તરફી હુકમ રદ કરવાની અરજી નામંજુર
જામનગર : ધુંવાવ ગામે રહેતા પ્રતિવાદી માધવજી બોઘાભાઈ રાઠોડ નું રહેણાંક મકાન રે.સ.નં. ૬ તથા રે.સ.નં. ૧૩ બીનખેતી થયેલ જમીનમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં.-૩૧ વાળી રહેણાંક મકાનના બાંધકામ સહીતની મિલ્કત જેનું ક્ષેત્રફળ ૧૬૫.૬૫ ચો.મી. જેના ૧૭૮૨.૩૯ ચો.ફુટ થી આવેલ છે, જે મિલ્કત વાદી ઉજીબેન સવજીભાઈ કણઝારીયાને કુલ ૭ લાખ પુરામાં વેચાણ આપેલ હતી, જેનો સોદા કરાર રજી. અનુ. નં. ૭૫૬/૨૦૧૨ થી તા. ૩૧-૦૧-૨૦૧૨ ના રોજ કરવામાં આવેલ હતો, અને પ્રતિવાદીને સુથી પેટે ૬ લાખ પુરા વાદીએ રોકડા ચુકવેલ હતા, અને બાકી રહેતી અવેજની રકમ ૧ લાખ પુરા કોર્ટમાં ડિપોઝીટથી જમાં કરાવેલ હતા. પ્રતિવાદીની મિલ્કતની સંપુર્ણ રકમ વાદીએ ચુકવી આપેલ હોવા છત્તા પાકો વેચાણ દસ્તાવેજ કરી આપેલ નહીં.
જેથી વાદીએ જામનગરના બીજા એડી. સીનીયર સીવીલ જજ પી.કે. ખાનચંદાણીની કોર્ટમાં સ્પે. દાવો દાખલ કરેલ જે દાવામાં પ્રતિવાદીને નોટીશ બજી ગયેલ તેમછત્તા તેનો બચાવ કરવા આવેલ નહીં, જેથી કોર્ટએ પ્રતિવાદી વિરુધ્ધ એક તરફી ફાઈનલ હુકમ કરેલ હતો, અને દાવાવાળી જગ્યાનું રજી. વેચાણ દસ્તાવેજ આ હુકમની તારીખથી દિન-૩૦ માં વાદી જોગ કરી આપવું જો પ્રતિવાદી તેમ કરવામાં નિષ્ફળ નિવડે તો કોર્ટ કમીશ્નર મારફત વાદી જોગ પાકો વેચાણ દસ્તાવેજ મેળવવા સારું વાદી હકકદાર બનશે તેવો હુકમ કરવામાં આવેલ છે, જે હુકમ રદ કરવા પ્રતિવાદીએ જામનગરના દસમાં એડી. સીનીયર સીવીલ જજ સંજીવકુમારની કોર્ટમાં સી.પી.સી. ઓર્ડર-૯, રૂલ-૧૩ મુજબ અરજી કરેલ હતી.
જે અરજી નામદાર કોર્ટમાં ચાલી જત્તા કાયદો જાગૃતને મદદ કરે ઉંઘતાને નહીં તે સિધ્ધાંત મુજબ પ્રતિવાદીની એક તરફી હુકમ રદ કરવાની અરજી રદ કરવામાં આવેલ છે. અને આ મિલ્કત ખરીદનાર વાદીને ન્યાય આપવામાં આવે છે, અને નામદાર સીવીલ કોર્ટમાં કોર્ટ કમીશ્નર દ્રારા આ મિલ્કતનો વાદી જોગનો દસ્તાવેજ તાત્કાલીક કરવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામમાં વાદી તરફે એડવોકેટ હાર્દિક પી. એરડા રોકાયા હતા.