BREAKING NEWS

જામનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ

  • September 08, 2026 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ

​​​​​​​જામનગરમાં જૈન ધર્મના સૌથી મોટા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. શહેરમાં આવેલા પ્રાચીન શેઠજી, ચોરીવાળા સહીતના જિનાલયોને રોશનીના અનેરા શણગાર કરવામાં આવ્યા છે. આઠ દીવસ દહેરાસરોમાં ભગવાનને નયનરમ્ય આંગી કરવામાં આવશે. ઉપાશ્રયોમાં પ્રવચન,પ્રતિક્રમણ સહીતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન શ્રાવક-શ્રાવીકાઓ દ્વારા જૈનચાર્યોે અને ગુ‚ભગવંતોની નિશ્રામાં અઠાઇ, માસક્ષમણ સહીતની કઠોર તપશ્ર્ચર્યા કરવામાં આવી રહી છે. પર્યુષણ પર્વ દરમ્યાન મહાવીર જન્મકલ્યાણક અને સંવત્સરી પર્વની ઉજવણી પણ કરવામાં આવશે. આજથી વર્ષ દરમ્યાન કરવામાં આવેલા કર્મો ખપાવવા અને સર્વ જીવોને ખમાવવાના પર્યુષણ પર્વનો પ્રારંભ થતાં સ્થાનકવાસી, દેરાવાસી સહીત સમસ્ત જૈન સમાજમાં ભકિતનો અનેરો માહોલ છવાયો છે. પર્યુષણ પર્વ એટલે વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે પણ કર્મો થયા હોય તેનો પસ્તાવો અને પ્રાયશ્ર્ચીત ‚પે તપ-ત્યાગ કરી ખમાવવા સવંત્સરી શ્રેષ્ઠ દીવસ છે. આઠ દિવસ શહેરના જીનાલયો અને ઉપાશ્રયોમાં પ્રાર્થના, પૂજા-અર્ચના, પ્રવચન, પ્રતિક્રમણ, પૌષધ, ભાવના, વિશેષ આંગી સહીત અનેકવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. પર્યુષણ પર્વનો પ્રારંભ થતા જૈન શ્રાવક-શ્રાવીકાઓ ભગવાન મહાવીરસ્વામીની ભકિતમાં લીન બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application