BREAKING NEWS

જામનગરના સીએ સામે વધુ બે પોલીસ ફરીયાદ

  • October 17, 2025 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં જીએસટી સર્ચ મેગા ઓપરેશનમાં કરોડોની ગોલમાલ સામે આવ્યા બાદ આ અંગે ફરીયાદોનો દોર ચાલુ છે, શહેરના સીએ સામે જામનગરમાં બે ગુના દાખલ થયા બાદ વધુ એક ફરીયાદ થઇ છે, જયારે આ સીએ સામે રાજકોટમાં પણ એક ફરીયાદ દાખલ કરવામાં આવી છે આમ અત્યાર સુધી સીએ સામે ચાર મામલા પોલીસ મથકે પહોચ્યા છે, અગાઉ જામનગરના મોટી લાખાણીના વેપારી અને જામનગરની પેઢીવાળાએ ફરીયાદ કરી હતી.


 જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસિયેટ નામની ઓફિસ ધરાવતા અલ્કેશભાઇ પેઢડિયા નામના ચાર્ટર એકાઉન્ટન્ટ કે જેણે કરોડોની જીએસટીની ચોરીનું કૌભાંડ આચર્યું હોવાની માહિતી ના આધારે જીએસટી વિભાગ દ્વારા તેની ઓફિસ તથા રહેણાક મકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા, અને થોક બંધ સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરોડોની જીએસટી ચોરીનો કૌભાંડ પકડી પાડ્યું હતું, જે પૈકીના પ્રદિપસિંહ લાલુભા જાડેજા સહિતના બે વેપારીઓ દ્વારા અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન આ પ્રકરણમાં ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


જામજોધપુર તાલુકાના સડોદર ગામના વતની અને હાલ જામનગરમાં ગુલાબનગરમાં રહેતા મોહસીન સલીમભાઈ જુણેજા નામના આસામીએ અલ્કેશ પેઢડિયા સામે પોતાની પેઢીના જીએસટી પોર્ટલ ઉપર ભરવા પાત્ર રિટર્નમાં ખરીદ વેચાણના ખોટા બિલો બતાવીને ૫,૦૩,૨૯,૩૮૭નો વેરો ભરવાપાત્ર દર્શાવી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. જે મામલે એલસીબીના પી.એસ.આઇ. પી.એન. મોરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.


આ ઉપરાંત રાજકોટના મોટા મૌવા પાસે નંદન રેસીડેન્સીમાં રહેતા પ્રકાશ પરસોતમભાઇ કમાણીએ તાલુકા પોલીસમાં જામનગર રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ હરીલાલ પેઢડીયા તથા તપાસમાં જે ખુલે તેની સામે નોંધાવી ફરીયાદમાં જણાવ્યુ હતું કે વર્ષ ૨૦૧૬-૧૭માં સિઘ્ધી વિનાયક હોલીડેઝ નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની પેઢી શરૂ કરી હતી.


ત્યારબાદ ૨૦૧૯ સુધી ચાલુ રાખેલ અને પછી બંધ કરી દીધેલ ત્યારે પેઢીનું એકાઉન્ટ અને રીટર્નનું કામ સીએ અલ્કેશભાઇ કરતા હોય જેથી તેને જીએસટી નંબર રદ કરવાનું કહયુ હતું, દરમ્યાન ફરીયાદીને ધંધો મોટા પાયે કરવો હોય તો આપણે પ્રાઇવેટ કરવાનું કહેલ જેથી આલ્પાઇન થાઇડ્રીમ્સ પ્રા.લી. નામે ટ્રાવેલ કંપની શરૂ કરેલ ત્યાં પણ જીએસટીનું કામ અલ્કેશ સંભાળતો હતો, થોડા દિવસ પહેલા જીએસટી વિભાગમાથી ફરીયાદીને સમન્સ મળેલ અને નિવેદન લખાવવા જતા સઘડી હકીકતો જાણમાં આવી હતી કે જીએસટી નંબર રદ કરવાના બદલે બોગસ બીલો બનાવી સિઘ્ધ વિનાયક હોલીડેસ પેઢીના નામે રૂ. ૧૧.૭૧.૬૯.૩૧૯ની ખરીદી દર્શાવી અને તેનું વેચાણ ૧૨.૫૯ દર્શાવેલ ખોટી વેરા શાખ અન્ય વેપારીઓને તબદીલ કરેલ છે તેમજ આલ્પાયન કંપની નામે ૧૩.૩૮ અને વેચાણ બતાવેલ જેથી બંને પેઢી પર ૪.૬૨ કરોડની આઇટીસીની પેનલ્ટીની જવાબદારી ઉભી કરી વિશ્ર્વાસઘાત કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application