BREAKING NEWS

જામનગરમાં અફવા ફેલાવનારને માફી માંગતો વિડિયો પોસ્ટ કરવા પોલીસની તાકીદ

  • November 04, 2026 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અફવા ફેલાવનારને માફી માંગતો વિડિયો પોસ્ટ કરવા પોલીસની તાકીદ


જામનગરના શકિતનગર વિસ્તારમાં કોલેજીયન યુવતિ પાછળ અજાણી મહિલા શંકાસ્પ્દ હિલચાલ કરતી અને કથિત અપહરણનો ઇરાદો હોય એ પ્રકારનો એક વિડિીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો અને આ મામલે પોલીસમાં અરજી કરીને યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી હતી, પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં વાતનું વતેસર થયાનું અને અપહરણના પ્રયાસ જેવી કોઇ વાત હતી નહીં, વાયરલ વિડિયોમાં દેખાતી અજાણી મહિલા એ વિસ્તારની જ હોવાનું સ્પષ્ટ થયું છે.

જામનગર શહેરમાં જનતા ફાટક નજીકના વિસ્તારમાં એક કોલેજીયન યુવતિને મહિલાએ ઇંગ્લીશમાં કશુક લખવું છે, મારા ઘરે ચાલ એવી વાત કરી હતી યુવતિને પ્રથમ વિશ્ર્વાસ આવતા થોડે દુર ચાલી હતી પરંતુ કઇંક અજુગતુ લાગતા તેણી પોતાના ઘરે જતી રહી હતી. પરિવારને વાત કરતા સીટી-સી ડીવીઝનમાં અરજી કરવામાં આવી હતી, બીજી બાજુ સોશ્યલ મિડિયામાં આ અંગેના વાયરલ થયેલા વિડિયો અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ફુટેજમાં દેખાતી અજાણી મહિલાને શોધી કાઢી હતી, પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું કે, ફુટેજમાં દેખાતી મહિલા પોતે ભદ્ર સમાજની હોય અને યુવતિના અપહરણ કે અન્ય કોઇ ઇરાદો ન હોવાનું સામે આવ્યુ હતું. ઘટનાની સત્યતા જાણ્યા વિના વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ કરનાર વ્યકિતને પોલીસે બોલાવીને ફરીથી પોતાની ભુલ સ્વીકારી માફી માંગતો વિડિયો સોશ્યલ મિડીયામાં મુકવા માટે તાકીદ કરી હતી. આમ વાયરલ વિડિયોમાં વાતનું વતેસર થઇ ગયાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયુ છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application