BREAKING NEWS

જામનગર : પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં તા. ૧૪ નવેમ્બરે ઉજવાયો વિદ્યામંદિર દિન અને સહયોગી સત્કાર સમારોહ

  • November 17, 2025 01:24 PM 

* સવારે પ્રાત: પૂજામાં અદભુત કીર્તનોની રજૂઆત બીએપીએસ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા થઈ. વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ અને સ્ટાફ વતી મહંત સ્વામી મહારાજનું હાર અને શાલ અર્પણ કરીને  પૂજ્ય સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.



* સાંજની સભામા પૂજ્ય વિવેકસાગર સ્વામીએ નિસ્વાર્થ સહયોગ આપવા અંગે વાતો કરી અને વિદ્યા અને પરાવિદ્યા બંને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે તો એ ક્યારેય અધર્મના માર્ગ ઉપર નહીં જાય તેવી સુંદર રજૂઆત કરી.



* પૂજ્ય  અપૂર્વમુની સ્વામી દ્વારા સભામાં પધારેલા તમામ હરિભક્તો અને સહયોગીઓનું શાબ્દિક સ્વાગત થયું. 



* પૂજ્યપૂર્વમુની સ્વામીએ જણાવ્યું કે જીવનમાં સહયોગ કેટલો અગત્યનો છે. માણસ માત્ર એકબીજાના સહયોગથી જ સુખી જીવન જીવી શકે છે. દરેક વ્યક્તિએ સ્વાર્થથી ઉપર ઊઠીને પરિવાર સમાજ ધર્મ અને રાષ્ટ્ર માટે તન મન અને ધનથી અચૂક સહયોગ આપવો જોઈએ.



* પૂજ્ય અપૂર્વમુની સ્વામી અને પૂજ્ય અક્ષરતિલક સ્વામી એ સહયોગ આપવાથી કેવા કેવા લાભ થાય છે તે વિષયક ખૂબ સુંદર પ્રશ્નોત્તરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે કરી.



* પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજએ ભગવાન માટે સહયોગ આપનાર તમામ સહયોગીઓ સર્વ પ્રકારે સુખી થાય તેવા રૂડા આશીર્વાદ સૌ કોઈ ભક્તો પર પાઠવ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application