ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોએ દિવાળીના દિવસે કચેરી સામે હોળી કરીને વિરોધ પ્રદર્શિત
ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોએ દિવાળીના દિવસે કચેરી સામે હોળી કરીને વિરોધ પ્રદર્શિત
November 13, 2026 12:13 PM
ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોએ દિવાળીના દિવસે કચેરી સામે હોળી કરીને વિરોધ પ્રદર્શિત
આજથી હડતાલ વધુ તેજ: સફાઈ કામગીરી ઠપ્પ
ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો તેવોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓના મુદે છેલ્લા આશરે ૨૪ દિવસથી નગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક અને આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. સફાઈ કર્મીઓની માંગણીઓ પૂર્ણ ન થતા આજરોજ શુક્રવારથી આ આંદોલન વધુ તેજ બન્યું છે અને સફાઈ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવા પામી છે.
આ વચ્ચે રવિવારે દિવાળીના દિવસે નગરજનો આનંદ અને ઉલ્લાસભેર ભેર દીવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે આ ધાર્મિક તહેવારો સમયે પણ નગરપાલિકાના સફાઈ કામદારોને સરકારએ જાહેર કરેલા બોનસ કે તહેવાર ફેસ્ટિવલ એડવાન્સ ન ચુકવતા સફાઈ કામદારો તહેવારો ના સમયે અત્યંત કફોડી હાલતમાં મુકાયેલ છે અને આ પરિસ્થિતિમાં સફાઈ કામદારોએ દીવાળીના તહેવારોની ઊજવણી કરવાનાં બદલે નગરપાલિકા કચેરી સામે હોળી પ્રગટાવીને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સફાઈ કામદારોના આ આંદોલન સમય દરમ્યાન નવરાત્રી અને દીવાળીના ધાર્મિક તહેવારો હોવાથી સફાઈ કામદારોએ ચાલુ આંદોલનમાં પણ શહેરની સફાઈ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે અને હવે દિવાળીના દિવસો પુરા થયે સફાઈ કામદારો દ્વારા સમગ્ર શહેરમાં સફાઈ કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલિકાના તમામ સફાઈ કામદારો સંપૂર્ણપણે હડતાલ પર રહ્યા હતા અને સફાઈ કામગીરીથી વિમુખ રહી, આંદોલનને વધુ તેજ બનાવ્યું છે.