આજે જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિતે સુપ્રસિદ્ધ હાપા મંદિર ખાતે પ્રસાદી પે રેકર્ડ બ્રેક રોટલો બનાવવામાં આવ્યો હતો. ભકતજનોને જલાબાપા દ્વારા આપવામાં આવેલ મંત્ર જયાં ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો ને ચરિતાર્થ કરીને હાપા સ્થિત મંદિરે પ્રસાદીપે રોટલો ૧૦૦ ફૂટ (૧૦ બાય ૧૦) નો બનાવવામાં આવ્યો છે, આ રેકર્ડ બ્રેક રોટલો માત્ર બે કલાકમાં બનાવવામાં આવ્યો હતો. જેમાં ૮૫ કિલો બાજરો, અને ૨૮ કિલો જુવાર બે કિલો ઘીમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. જે સાંજે મહાઆરતી બાદ પ્રસાદીપે આપવામાં આવશે. આ રોટલો તૈયાર કરવામાં હાપા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ દતાણી તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.