ભારતીય નિકાસકારો અનેક વૈશ્વિક મુશ્કેલીઓ સામે લડી રહ્યા ત્યારે નિકાસકારોને પ્રોત્સાહન આપવા અમલી બનાવાયેલી મળવાપાત્ર લાભની સ્કિમમાં રાતોરાત પચાસ ટકા જેવો ઘટાડો કરવામાં આવતા નિકાસકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના એમએસએમઇ સેક્ટરના નિકાસકારોને આ ઘટાડાથી જબરો ફટકો પડ્યો હોય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ અંગે તત્કાલ યોગ્ય કરવા કેન્દ્ર સરકારમાં રજુઆત કરાઇ છે.
ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા નિકાસકારોને પ્રોત્સાહન આપતી RoDTEP ( રિમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ્સ) અમલમાં છે જે અંતર્ગત નિકાસકારોને ઉત્પાદનમાં લાગતા ટેકસ અને ડયુટી જેવા કે, વીજળી ખર્ચ, ફયુલ ખર્ચ, મંડી ટેકસ, સ્ટેમ્પ ડયુટી, રાજય તથા સ્થાનીક સ્ત૨ના ટેકસ વિગેરે ઉપર વળતર ચુકવવામાં આવે છે. જેનાથી તેઓ વૈશ્વીક બજારમાં પોતાનું સ્થાન ટકાવી શકે અને નિકાસને વધુ પ્રોત્સાહીત કરી શકાય. આ સ્કીમમાં એમ.એસ.એમ.ઇ. અને નિકાસકારોને આશરે ૦.૩ ટકા થી ૩.૯ ટકા સુધીની રાહત આપવામાં આવતી હતી પરંતુ ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરાયેલ તા.૨૩-૦૨-૨૦૨૬ના નોટીફીકેશનનં.૬૦ અન્વયે હાલમાં મળવાપાત્ર લાભો અને મુલ્ય મર્યાદામાં તાત્કાલીક પ૦ ટકા સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. હાલની વૈશ્વીક પરિસ્થિતીમાં નિકાસ ક૨વું ઘણું મુશ્કેલીજનક થઈ ૨હયું છે તેવામાં આવો ઘટાડો ક૨વો એ ખુબ જ આશ્ચર્યજનક અને અયોગ્ય જણાઈ રહયું છે.
આવા ઘટાડાથી નિકાસકારોએ અગાઉના દરોને આધારે કરારો અને વ્યવહાર કરેલ છે તે ૫૨ીપુર્ણ ક૨વામાં ખુબ જ મુશ્કેલીઓ પડશે, રીફંડ પાત્ર ન હોય તેવા સ્થાનીક દ૨ નિકાસકારોને જાતે ભોગવવા પડશે, એમએસએમઇ ક્ષેત્રો ૧ ટકા કે ૨ ટકાના નજીવા માર્જીન ઉપર વેપાર ચલાવે છે ત્યારે આવા ઘટાડાને કારણે થયેલ કાર્યકારી ખર્ચ વસુલ કરી શકાય તેમ નથી. આમ સમગ્ર દેશના નિકાસકારોને ખુબ જ મોટું નાણાંકીય નુકશાન ભોગવવું પડશે. સરકાર દ્વારા નિકાસને ખુબ જ પ્રોત્સાહન આપવામાં આવી ૨હયું છે ત્યારે આવો નિર્ણય લેવાથી સ૨કા૨ના નિકાસ પર શુન્ય-કરના સિધ્ધાંતને ઉલટાવી દેતો જોવા મળી ૨હયો છે.
આમ નિકાસકારોને પડી રહી મુશ્કેલીઓ અને થવાપાત્ર નાણાંકીય નુકશાનને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલ, નાણામંત્રી નિર્મલા સીતારામન, પીએમ ઓફિસ તથા સાંસદ સભ્ય પરષોતમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયા સમક્ષ નિકાસકારોને પ્રોત્સાહન આપતી સ્કીમ અંતર્ગત મળવાપાત્ર લાભોના જુના દરો-મુલ્ય મર્યાદાઓ યથાવત રાખવા ભારપુર્વક રજુઆત કરાઇ છે