જામનગર: આરસીસી બોકસ કેનાલનું કામ શરૂ કરવાનું હોય આજથી તા.૧૫ સુધી ખોડીયાર કોલોની વિસ્તારમાં રસ્તો બંધ
સલામતીના ભાગપે સાત રસ્તા સર્કલ, જનતા ફાટકથી ખોડીયાર કોલોની, ૮૦ ફૂટ રોડ ઝગડીયા કેનાલ સુધી બોકસ કેનાલનું કામ શરૂ થવાનું હોય ભારે વાહનો અવર જવર નહી કરી શકે: મ્યુ.કમિશ્નરની જાહેર નોટીસ
ખોડીયાર કોલોની વિસ્તારમાં આરસીસી બોકસ કેનાલનું કામ શરૂ કરવાનું હોય તા.૨૮ થી તા.૧૫ જૂન સુધી કેટલાક રસ્તાઓ પર કામ શરૂ કરવાનું હોય ભારે વાહનો માટે અમુક રસ્તા બંધ કરી દેવામાં આવશે તેવી જાહેર નોટીસ મ્યુ.કમિશ્નર દિપેશ કેડીયાએ આપી છે.
આ નોટીસમાં જણાવાયુ છે કે જામનગર મહાનગરપાલકાની હદમાં શહેરમાં સાત રસ્તા સર્કલ, જનતા ફાટકથી ખોડીયાર કોલોની, ૮૦ ફૂટ રોડ થઇ ઝઘડીયા કેનાલ સુધી આરસીસી બોકસ કેનાલનું કામ ચાલુ કરવાનું હોય સલામતીના ભાગરૂપે અકસ્માત સ્નવારવાના ભાગરૂપે તા.૨૮ થી તા.૧૫ જૂન સુધી આ રસ્તો ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. ખોડીયાર કોલોનીથી મેઇન રોડથી ૮૦ ફૂટ સાક માર્કેટ નીલકમલ સોસાયટી સુધીનો રોડ બંધ રહેશે. જયારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ચિત્રકુટ સોસાયટીના આંતરીક રસ્તા અને રાજય પુરોહિત વિધાર્થી ભુવનથી નિલકમલ સોસાયટીના આંતરીક રસ્તાઓમાં જઇ શકાશે.