ગુજરાત સરકારના નવરચિત મંત્રી મંડળમાં રાજકોટ શહેરના એક પણ ધારાસભ્યનો સમાવેશ નહીં કરાતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંસ્થાપક અને ચેરમેન ધનસુખભાઇ વોરા તેમજ પ્રેસિડેન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવભાઈ દોશીએ પ્રતિક્રિયા આપતા આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના વર્તમાન મંત્રી મંડળમાં રાજકોટ શહેરનું પ્રતિનિધિત્વ નાબૂદ થઈ ગયું છે.
ભૂતકાળમાં ક્યારેય આવું બન્યું નથી
વિશેષમાં ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી પદે હતા તેમને ડ્રોપ કરાયા છે. ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ઉદયભાઈ કાનગડ સહિત એક પણ ધારાસભ્યનો સમાવેશ કર્યો નથી. વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિ એવા ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાને મંત્રી પદ આપવા અગાઉ ગ્રેટર ચેમ્બર પણ રજૂઆત કરી ચૂક્યું છે. ડો.દર્શિતાબેન પણ સિનિયર છે અને જૈન સમાજ દ્વારા તેમના માટે પણ રજૂઆત કરાઇ હતી. ઉદયભાઈ કાનગડને મંત્રી પદ અપાશે તેવી પણ રાજકોટવાસીઓને અપેક્ષા હતી પરંતુ કોઈને મંત્રીપદ અપાયું નહીં આ બાબત રાજકોટ શહેર માટે ભારે દુઃખદ છે. ભૂતકાળમાં ક્યારેય આવું બન્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application