BREAKING NEWS

જામનગર : આગામી ૩ દિવસ સુધી હાલારમાં છુટા-છવાયા ઝાપટા પડશે: તાપમાન ૩૧.૫ ડીગ્રી

  • October 08, 2025 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં શકિત વાવાઝોડાનો ભય હતો તે હવે દુર થઇ ગયો છે, વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇને દરીયામાં સમાઇ ગયું છે, પરંતુ તેની અસર ત્રણેક દિવસ રહે તેવી શકયતા છે, જેને કારણે ૩ દિવસ સુધી હાલારમાં છુટા-છવાયા ઝાપટા પડશે, આજ સવારથી ફરીથી ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ ‚મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૧.૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૩ ડીગ્રી, હવામાં ભેજ ૯૦ ટકા, પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. કેટલાક ગામડાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે તો કેટલાક ગામડાઓમાં જોઇએ તેટલો વરસાદ થયો નથી. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે. 


સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં શકિત વાવાઝોડાના કારણે વરસાદની પણ શકયતા છે, હજુ તા.૯ સુધી વરસાદ રહેશે અને ત્યારબાદ ધીમે-ધીમે ચોમાસાની વિદાય શરૂ થઇ જશે, જામનગર જિલ્લામાં છેલ્લા એક મહીનામાં પાછોતરો વરસાદ પણ સારો પડયો છે, જેને કારણે જે લોકોએ પાછળથી વાવેતર કર્યુ છે તે ખેડુતોને સારો એવો ફાયદો થશે, જો કે આ વખતે જિલ્લામાં કપાસ કરતા મગફળીનું વાવેતર વધુ થયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application