BREAKING NEWS

LIVE વીડિયોઃ જેતપુરમાં 1 મિનિટમાં મોતનો ખેલઃ પુત્રએ માતા સાથે મૈત્રી કરારથી રહેતા શખ્સને છરીના ઘા ઝીંકી પતાવી દીધો

  • July 08, 2026 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક સનસનાટીભરી હત્યાનો બનાવ સામે આવ્યો છે. માતા સાથે મૈત્રી કરારના મામલે ચાલી રહેલી જૂની અદાવતમાં પુત્રે છરીના ઘા ઝીંકીને માતાના મિત્રની નિર્મમ હત્યા નિપજાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સિટી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે, શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલા નામના યુવાને થોડા સમય પૂર્વે રાજકોટના કોઠારીયાની નીતાબેન સાથે મૈત્રી કરાર કરેલ હતાં. અને તેણી કમલેશભાઈ સાથે અહીં રહેવા લાગી હતી. માતાના મૈત્રી કરારથી અન્ય પુરૂષ સાથે રહેવું તેણીના કોઠારીયા રાજકોટ રહેતા યુવાન પુત્ર જયેન કાળુભાઈ વાઘેલાને સારૂ લાગ્યું ન હતું. જેથી તેની કમલેશભાઈ સાથે નાના મોટી માથાકૂટ ચાલતી રહેતી. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી જયેનના મગજ પર કાળ સવાર થઈ ગયો હોય હતો. અને આજે તે સવારે કોઠારીયાથી જેતપુર આવેલ અને સીધો કણકિયા પ્લોટમાં ગયેલ હતો ત્યાં તેને કમલેશભાઈનો ભેટો થઈ ગયો એટલે પહેલા થોડી બોલાચાલી થઈ ત્યારબાદ જયેને પોતાના પેન્ટના નેફામાંથી ધરધાર મોટી છરી કાઢી હુમલો કરી દેતા કમલેશભાઈ લોહીલુહાણ હાલતમાં બચાવો બચાવોની બુમો પડતા ઘાયલ અવસ્થામાં દોડવા લાગ્યા પરંતુ જયન પાછળ દોડી છરીઓના ઘા જ મારવા લાગ્યો અને લોહીલુહાણ હાલતમાં કમલેશભાઈ ઢળી પડતા જયેન ત્યાંથી નાશી છૂટ્યો હતો. 


કમલેશભાઈ પર હુમલાની વાત ત્યાં બાજુમાં જ તેના ઘરે થતા તેનો નાનો ભાઈ તેમજ પડોશીઓ બનાવ સ્થળ પર દોડી આવતા કમલેશભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા જેથી તેઓને મોટર સાયકલ પર સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ જતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં.

 
આ ઘટના અંગે મૃતક કમલેશભાઈના ભાઈ કપિલભાઈએ જેતપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી જયેન વાઘેલાને રાઉન્ડઅપ (હસ્તગત) કરી લીધો છે. આ મામલે ડીવાયએસપી રોહિત ડોડીયાએ જણાવ્યું હતું કે, હાલ મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આ ગુનામાં તેની સાથે રેકી કરવામાં કે અન્ય કોઈ રીતે મદદગારી કરનાર કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ ચાલુ છે. જો અન્ય કોઈ આરોપીના નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાયદાકીય પગલાં ભરી ધરપકડ કરવામાં આવશે. તેમ તેની માતાના મિત્રની હત્યા જ નિપજાવી હોય તે રીતે જુદી જુદી વીડિયો ક્લીપ મોબાઈલમાં જોયા રાખી જેમાં એક વિડીયો ક્લીપ તેણે તેના ઈન્સ્ટાગ્રામ આઈડીના સ્ટેટસમાં મુકી હતી. માતા સાથે મૈત્રી કરારથી રહેતો હતો. આરોપીના પિતાનું આશરે ૧૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું અને આરોપી પોતે રાજકોટ મુકામે રહેતો હતો. પિતાના અવસાન બાદ માતા કમલેશ સાથે જેતપુરમાં રહેતી હોવાની બાબત આરોપી જયેનને મંજૂર નહોતી અને આ વાતને લઈને તેના મનમાં ભારે રોષ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application