દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
આગામી તારીખ ૨૮ ઓક્ટોબરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧ જાન્યુઆરી ૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ સંદર્ભે રાજ્યભરના જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમની શરૂઆત થયેલ છે.
જે મુજબ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમની સમય સૂચી આ પ્રમાણે છે. તા. ૨૮/૧૦/૨૦૨૫(મંગળવાર)થી તા.૦૩/૧૧/૨૦૨૫(સોમવાર) સુધી તૈયારી/છાપકામ/તાલીમની કામગીરી, તા.૦૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી તા.૦૪/૧૨/૨૦૨૫(ગુરુવાર) સુધી ગણતરીનો સમયગાળો, તા.૦૪/૧૨/૨૦૨૫(ગુરુવાર)સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ, તા.૦૫/૧૨/૨૦૨૫(શુક્રવાર)થી તા.૦૮/૧૨/૨૦૨૫(સોમવાર)સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ, તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)થી તા.૦૮/૦૧/૨૦૨૬(ગુરુવાર) સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.
તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)થી ૩૧/૦૧/૨૦૨૬(શનિવાર) સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવો. તેમજ તા.૦૩/૦૨/૨૦૨૬(મંગળવાર)ના મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણીપંચની પરવાનગી મેળવવી તથા ૦૭/૦૨/૨૦૨૬(શનિવાર)ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૬૩૪ ભાગોના બુથ લેવલ ઓફિસર (બીએલઓ) દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં તા.૨૭/૧૦/૨૦૨૫ના મતદારયાદીના આધારે એન્યુમેરેશન(ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે ઘરે જઈ તેનું વિતરણ કરવામાં આવશે. જો કોઈ મતદાર મળી નહિ આવે, દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવાશે. મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દુર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે તેમજ તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે વૃદ્ધો, બિમાર, દિવ્યાંગ અને નબળા વર્ગોના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તથા તેના માટે તેમજ સ્વયંસેવકોની મદદ પણ લેવામાં આવશે.
મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)ના રોજ કરવામાં આવશે તથા હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)થી ૦૮/૦૧/૨૦૨૬(ગુરુવાર) સુધીનો રહેશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૦૭/૦૨/૨૦૨૬માં ના રોજ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.