જામનગર: માનવતાની સેવા:અન્ન સેવા, સ્વયંસેવકો, ટેક-આધારિત સંકલન સાથે રિલાયન્સ દ્વારા યાત્રાળુ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે પૂરી રથયાત્રા સેવાનો આરંભ
ઓન-ગ્રાઉન્ડ સપોર્ટને મજબૂત બનાવીને શ્રદ્ધાળુઓ માટે યાત્રામાં સહાયતા:૫૦ કિમીથી વધુ મુખ્ય યાત્રાળુ માર્ગો અને વ્યૂહાત્મક સ્થળોએ લગભગ ૯૦ પોલીસ સહાય કેન્દ્રો
વાર્ષિક રથયાત્રા માટે જગન્નાથપૂરીમાં લાખો શ્રદ્ધાળુઓ એકત્ર થઈ રહ્યા છે, ત્યારે પૂરી વહીવટીતંત્ર સાથે મળીને, રિલાયન્સ પૂરી રથયાત્રા સેવા ૨૦૨૬ અંતર્ગત મજબૂત ઓન-ગ્રાઉન્ડ સપોર્ટ કરી રહી છે. અન્ન સેવા, જાહેર સહાય માળખાગત સુવિધા, સ્વચ્છતા, સ્વયંસેવકોની ભાગીદારી, સામુદાયિક પહોંચ અને ટેકનોલોજી-એનેબલ્ડ સંકલનને આવરી લેતી આ પહેલની સર્વગ્રાહી રેન્જને એકસાથે લાવીને, રિલાયન્સનો આ પહેલનો ઉદ્દેશ ફ્રન્ટલાઈન સહાયને વધારવાનો અને આ પવિત્ર શહેરની મુલાકાત લેવાની અપેક્ષા રાખતા લાખો શ્રદ્ધાળુઓ માટે સલામત, સીમલેસ અને સુવ્યવસ્થિત યાત્રા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થવાનો છે.
૧૬ જુલાઈ, ૨૦૨૬થી શરૂ થતી વાર્ષિક રથયાત્રા એક ખૂબ જ પવિત્ર તહેવાર છે જે દેશભરના શ્રદ્ધાળુઓને ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પવિત્ર નગરયાત્રાને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધી જોવા માટે આકર્ષે છે. લાખો શ્રદ્ધાળુઓ માટે, તે શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાની યાત્રા છે, જે આ તહેવારને ભારતના સૌથી પ્રિય આધ્યાત્મિક મેળાવડામાંનો એક બનાવે છે.
વ્યાપક સંકલન, જાહેર માળખાગત સુવિધાઓ અને યાત્રાળુઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા ફરજબદ્ધ કર્મચારીઓ માટે જરૂરી સહાયતાને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ તેની પવી કેરથ ફિલોસોફી સાથે આ પવિત્ર યાત્રાને સુરક્ષિત, સરળ અને સુલભ બનાવવા ફ્રન્ટલાઈન વર્કર્સ અને જાહેર સેવાઓને ,સમર્થન આપવાના આ પ્રયાસમાં યોગદાન આપવા બદલ સન્માન અનુભવે છે.
માનવસેવા એ જ પ્રભુસેવા છે. આ એવી બાબત છે જેમાં આપણે ઊંડી આસ્થા ધરાવીએ છીએ. આ વર્ષે, ખાસ કરીને આવા સમયે જ્યાં લાખો લોકો ભેગા થાય છે, ત્યાં લોકોની સેવા કરવાની અમારી લાંબા સમયની પ્રતિબદ્ધતાના આધારે, અમે પૂરીમાં લોકોની સેવા કરવાની તકને આશીર્વાદ તરીકે જોઈએ છીએ. અમે માનીએ છીએ કે રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા કરીને, અમે દૈવ સેવા કરી રહ્યા છીએ. અમે ન્યૂટ્રીશન, સલામતી અને સ્વચ્છતા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, યાત્રાઓને સરળ બનાવવાની સાથે-સાથે વહીવટીતંત્રને પણ મદદરૂપ થઈ શકાય, એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ અંબાણીએ જણાવ્યું હતું.
રિલાયન્સ ઘણા વર્ષોથી રથયાત્રા દરમિયાન સામુદાયિક સેવામાં જોડાઈ રહી છે અને દેશના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ મેળાવડામાં સમુદાયોની સાથે ઊભી રહી છે. સરકારી અધિકારીઓ સાથે નિકટતાથી કામ કરીને, રિલાયન્સ ફાઉન્ડેશને સમયસર, સહયોગી હસ્તક્ષેપો સાથે ખોરાક અને પીવાના સ્વચ્છ પાણીથી લઈને તબીબી સહાયતા અને પર્યાવરણીય સ્વચ્છતા સુધીની પહેલોને સમર્થન આપ્યું છે.
આ વર્ષની પહેલ તે પ્રતિબદ્ધતાને આગળ ધપાવે છે કે - અનુભવથી વધુ ગહન, પહોંચમાં વિસ્તૃત અને આવા વિશ્વાસથી પ્રેરિત કે દરેક રથયાત્રા દરમિયાન સેવા આપતા યાત્રાળુઓ, પ્રવાસીઓ અને ફ્રન્ટલાઈન સર્વિસ કર્મચારીઓ સંભાળ, આરામ અને સમર્થનના હકદાર છે.
પૂરી રથયાત્રા સેવા સર્વિસ ૨૦૨૬ દ્વારા, રિલાયન્સ પૂરી વહીવટીતંત્ર, ફ્રન્ટલાઈન એજન્સીઓ, સમુદાયો અને સંસ્થાઓ સાથે મળીને જાહેર સહાયતા માળખાને મજબૂત બનાવવા અને લાખો શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત, સ્વચ્છ, વધુ સમ્મિલિત અને સુવ્યવસ્થિત યાત્રાની અનુભૂતિ કરાવવામાં મદદરૂપ થવા માટે કામ કરવાનું ચાલુ રાખે છે.