BREAKING NEWS

જામનગર: માવાપર પાટીયા નજીક બોલેરોમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

  • November 16, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: માવાપર પાટીયા નજીક બોલેરોમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

ઘરવખરીના સામાનની આડસમાં હેરાફેરી કરતા એલસીબી ત્રાટકી: કુલ ૬.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે: અન્ય ૬ સ્થળે દારૂ અંગે દરોડામાં યુવતિ સહિત ૬ ની અટક

ધ્રોલના માવાપર પાટીયાથી લતીપર ગૌશાળા પહેલા દારૂ-બીયરની હેરાફેરી કરતા શખ્સો અંગે માહિતી મળતા એલસીબીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શરાબની ૩૩પ બોટલ અને બીયરના ૩૩પ ટીન તેમજ ઘરવખરીનો સરસામાન બોલેરો પીકઅપમાંથી મળી આવ્યો હતો, આરોપીઓ વાહન મુકીને નાસી ગયા હતા, આ ઉપરાંત પોલીસ દ્વારા નાની ખાવડી, સિક્કા, જામનગર, ધોરાજી રોડ પર દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એક યુવતિ સહિત ૬ શખ્સની અટક કરી કુલ ૧૭ બોટલ અને બે ચપલા કબજે કરવામાં આવ્યો હતા.

જામનગર એલસીબી પીઆઇ ચૌધરીની સૂચનાથી દારૂ-જુગારના કેસ શોધી કાઢવા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બોલેરો પીકઅપ વાહનમાં હેરાફેરી થાય છે એવી બાતમીના આધારે કાર્યવાહી આગળ ધપાવી હતી, દરમ્યાન ધ્રોલના માવાપર પાટીયાથી લતીપર ગૌશાળા પહેલા રોડની સાઇડમાં બોલેરો પીકઅપ વાહન નં. જી.જે.૬.ઝેડઝેડ.૯૭૯૯ બેફીકરાઇથી ચલાવી આરોપી દ્વારા ઘરવખરીના સામાનની આડસમાં વિદેશી દારૂ અને બીયરની વેંચાણ અર્થે હેરાફેરી કરતા હોય, આથી દરોડો પાડ્યો હતો.

દરોડા દરમ્યાન ૩૩પ દારૂની બોટલો તથા નાની બોટલો ૪૮ અને બીયરના ૩૩પ ટીન અને સરસામાન તેમજ બોલેરો પીકઅપ મળી કુલ ૬,૪૧,૮૧પ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓ વાહન મુકીને નાસી ગયા હતા, આ અંગે એલસીબીના કોન્સ્ટેબલ મયુરસિંહ પરમાર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બોલેરો પીકઅપ વાહનના ડ્રાઇવર/માલિક અને તપાસમાં જે ખુલ્લે એની સામે પ્રોહીબીશન અને એમવી એકટ મુજબ ફરિયાદ દાખલ કરીને તપાસ ધ્રોલ પોલીસને સોંપવામાં આવી છે.

અન્ય દરોડામાં સિક્કા પોલીસનો સ્ટાફ તપાસ હતો ત્યારે મોટી ખાવડીમાં રહેતી મીરાબેન પ્રવિણભાઇ ખાંડેખા નામની યુવતિને જયુપીટર બાઇક નં. જી.જે.૧૦.ઇ.જે.૬૯૮૯ ની ડેકીમાં તપાસ કરતા વિદેશી દારૂની ૭ બોટલ મળી આવી હતી, આથી અટકમાં લઇ પૂછપરછ કરતા સિક્કા ભગવતી સોસાયટીમાં રહેતા કરણસિંહ પ્રભાતસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું, આથી પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત સિક્કામાં રહેતા અસગર મુસા સુભાણીયાને ઇંગ્લીશ દા‚ની એક બોટલ લઇને નીકળતા ડીસીસી જેટી પાસેના વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે પકડી લીધો હતો, તેમજ જામનગરના કિશાન ચોકમાં રહેતા આનંદ જેઠા વારસાખીયા નામના શખ્સને દારૂની એક બોટલ સાથે ત્રણબત્તી ચોક વિસ્તારમાંથી દબોચી લેવાયો હતો.
અન્ય દરોડામાં કાલાવડના ટોડા સોસાયટીમાં રહેતા ભરત છગન ચંદ્રપાલને દારૂના એક ચપલા સાથે અને ટોડા સોસાયટીમાં રહેતા ભીખા મંગા વાણીયા નામના શખ્સને ધોરાજી રોડ પરથી દારૂના એક ચપલા સાથે ટાઉન પોલીસે પકડી લીધા હતા.

આ ઉપરાંત જામનગરના ગણપતનગર, બાવરીવાસ વિસ્તારમાં રહેતા પંકજ ઉર્ફે પોપટ વિજય પરમાર નામના ઇસમને ઇંગ્લીશ દા‚ની છ બોટલ સાથે દિગ્જામ સર્કલથી આરબ તરફના રોડ પરથી સીટી સી પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application