ચાંદખેડા મેડીકલ કોલેજની હોસ્ટેલમાં જામનગરના વિદ્યાર્થીનો આપઘાત
ચાંદખેડામાં એસએમએસ હોસ્પીટલ કમ્પાઉન્ડમાં આવેલી ડો. એમ કે. શાહ મેડીકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા મુળ જામનગરના ૨૬ વર્ષીય વિધાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. રવિવારે સવારે તેનો સાથી મિત્ર આવ્યો તે સમયે જાણ થઇ હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અત્રે મહત્વનું છે કે, એક અઠવાડીયા પહેલા જ તેને એડમિશન લીધુ હતું, મુળ જામનગરનો ૨૬ વર્ષીય ચિંતન પરમાર ચાંદખેડામાં આવેલ એસએમએસ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ડો. એમ. કે. શાહ મેડીકલ કોલેજમાં એમ.એસ. ના પહેલા વર્ષમાં હતો અને બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો તેની સાથે પાર્થ પણ તેના રૂમમાં રહેતો હતો, શનિવારે ચિંતન અને પાર્થની ડયુટી હોસ્પીટલમાં હતી, ત્યારે મોડી રાત્રે ચિંતન સુવા માટે હોસ્ટેલના રૂમમાં ગયો હતો.
જે બાદ પાર્થ સવારે હોસ્ટેલના રૂમ પર ગયો તે સમયે દરવાજો ખખડાવ્યો પરંતુ ખોલ્યો ન હતો, જેથી તેને બમારીમાંથી જોયું તો ચિંતને રૂમમાં સિલિંગ ફેન પર નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો, જેથી પાર્થ તાત્કાલીક હોસ્પીટલના વોર્ડનને જાણ કરતા હોસ્પીટલમાં લઇ જવાયો હતો આ અંગે ચાંખદેડા પોલીસે ઘટના સ્થળે પહોચીને લાશને પીએમ માટે મોકલી આપી હતી.