જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસ પકડથી દૂર રહી નાસતા ફરતા આરોપીને જામજોધપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ મથકના પીઆઈ એમ. એન. શેખની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે, જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં બી.એન.એસ.એસ.ની કલમ ૭૨ મુજબના વોરંટના કામે છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી પેશ અમરાભાઈ છેલાણા (ઉં.વ. ૨૩, ધંધો મજૂરી, રહે. મેલાણ ગામ, તા. જામજોધપુર) કોટડા બાવીશી ગામના પાટિયા પાસે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપી રૂપેશ છેલાણાને ઝડપી લીધો હતો. ત્યારબાદ પીઆઈ એમ. એન. શેખ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પી.આઈ. એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ એએસઆઈ લક્ષ્મણભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ જે. ડી. મેઘનાથી તથા કોન્સ્ટેબલ વલ્લભભાઈ ભાટુ અને અશોકભાઈ ગાગીયા જોડાયા હતા.