BREAKING NEWS

જામનગર: સ્વયંભૂ સિધ્ધનાથ મહાદેવના ઉદ્દભવની કથાનો આધાર ભુયંગ ચારણી ગ્રંથમાં...

  • August 13, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સ્વયંભૂ સિધ્ધનાથ મહાદેવના ઉદ્દભવની કથાનો આધાર ભુયંગ ચારણી ગ્રંથમાં

કષ્ટ હરી જીવનમાં સિધ્ધી અપાવતા સિધ્ધનાથ મહાદેવ: ભોળાનાથની કૃપા અપરંપાર: શ્રાવણી સોમવારની સંધ્યા આરતીનો મહિમા અનેરો

આજથી બમબમ ભોલેના નાદ સાથે શ્રાવણનો પ્રાંરભ તા.૧૩-૦૮-૨૦૨૬ ગુ‚વારથી તા.૧૧-૦૯-૨૦૨૬ શુક્રવાર દરમિયાન કુલ ચાર સોમવાર આવશે હાલાર સહિત સમગ્ર રાજ્યભરના શિવાલયોમાં ૩૦ દિવસ સુધી ભોળાનાથની આરાધના અને વિશેષ પૂજન-અર્ચન અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

જામનગરને છોટી કાશીની ઉપમા મળી છે સૌરાષ્ટ્રમાં જામનગર અને શિહોર (ભાવનગર)ને પણ છોટી કાશી  કહેવામાં આવે છે. જામનગર અને સમગ્ર હાલારમાં અનેક પ્રાચીન, અર્વાચીન શિવાલય આવેલા છે દર શ્રાવણ માસ અને શિવરાત્રિએ ભોળાનાથ ભક્તો દ્વારા વિશેષ પૂજન-અર્ચન કરી પૂણ્યનું ભાથું બાંધતા હોય છે.

૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પ્રવાસન પ્રોત્સાહન પેકેજ યોજના જાહેર કરી હતી જેમાં જામનગર-નવાનગરના  સિધ્ધનાથ મહાદેવ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે સમયની તકતીમાં જણાવ્યા અનુસાર સિધ્ધનાથ મહાદેવના ઉદ્દભવની કથાનો આધાર ભુરાંત અથવા ભુયંગ નામે ચારણી ગ્રંથમાં મળે છે. આ ગ્રંથ જેઠવાઓની જુની રાજધાની પ્રહેપાટણમાં આવી વસેલા પાતાના શિષ્ય સિધ્ધનાથને પોતાની સમાધી અવસ્થાના લાંબાકાળ દરમ્યાન નગરજનોએ ભિક્ષા ન,આપી તેથી શિષ્યએ લાકડાની ભારીઓ માથે ઉપાડી વેચવા પડયા જેને કારણે ટાલ પડી ગઈ તથા માથામાં ઘાવ થઈ આવેલાં જોઇ ગુર ધુંધળીનાથે નગરજનોને શ્રાપ આપ્યો અને સમગ્ર પ્રહેપાટણ નાશ પામ્યુ.

આ મહાસંહારથી સિધ્ધનાથને લાગી આવ્યું. તેમણે નાગાર્જુન જેઠવાને આખો ઈતિહાસ સંભળાવ્યો. બધુ સંકેલી લઈ નાગનેસ પહોંચી દીક્ષા લીધી.સિધ્ધનાથ ઐતિહાસિક વ્યકિત છે. જેઠવા વંશના રાજવીઓ તેને ગુરુ તુલ્ય ગણીને આદરમાન આપતા. નાથસંપ્રદાયમા તેમને સમથે ગણવામાં આવે છે. સિધ્ધનાથ મંદિરના ઊંડાણવાળુ આંગણમાં એટલા જ.જુના સમયની એક આંબલી પણ આવેલી છે. બંને નદીઓના ઠલવાતા કાંપથી વિધ્ધાનાસના મંદિર પને બચાવવા કરતી દિવાલો કરીને ઊંડાણ રચવું પડયું છે. આ ધરતી પર સદીઓથી ધજા ફરકાવતા સિધ્ધનાથ મહાદેવ સ્વયંભુ છે.

જામનગરની સ્થાપના સમયથી જ જેનું મહત્વ તે નાગેશ્વર વિસ્તાર,નવા નાગના,જુના નાગના રંગમતી-નાગમતી નદિમાં હોડીઓ જે,તે સમયે ચાલતી વાર-તહેવારે, રજાઓમાં નવાનગર-જામનગરવાસીઓ આ હોડીમાં સહેલગાહે જતા હતા.

આ નાગેશ્વર વિસ્તારમાં નદિ તટે સિધ્ધનાથ મહાદેવ તથા નાગેશ્વર મહાદેવનું પૌરાણિક શિવાલય આવેલ છે.સિધ્ધનાથ મહાદેવની સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ છે લોકવાયકા મુજબ શિવજીનો પોઠીયો અને કાચબાનુ અંતર દિનપ્રતિદિન ઘટતું જાય છે અને એવું પણ કહેવાય છે કે બન્ને જ્યારે ભેગા થશે ત્યારે પ્રલય થશે જામનગર શહેરના ભોળાનાથના ભક્તો અતૂટ શ્રધ્ધા ધરાવે જ છે પરંતુ જામનગર શહેરમાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓ, કર્મચારીઓ જામનગરની સાથોસાથ સિધ્ધનાથ મહાદેવને અચૂક અચૂક યાદ કરીને નમન કરે છે.

પવિત્ર શ્રાવણ માસમાં વ્હેલી સવારે ચાર વાગ્યાથી ભોળાનાથને રીઝવવા ભક્તોની કતાર શરૂ થઈ જાય છે સવારે મંગલા આરતી બપોરે આરતી સાથે થાળ ધરવામાં આવે છે તેમજ આખો શ્રાવણ માસ ધ્વજારોહણ, દિપમાળા, રૂદ્રી, અન્નકૂટ દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે જેનો દરેક શિવભક્તો પરિવારજનો સાથે દર્શન કરી ધન્યતા અનુભવે છે.

શ્રાવણ માસ, શિવરાત્રી,તેમજ દર સોમવારે થતી સંધ્યા આરતી વિશેષ હોય અસંખ્ય શિવ ભક્તો આ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે. જામનગરના તમામ મંદિરોમાં સિધ્ધનાથ મહાદેવના મંદિરે તમે ૨૪ કલાકમાં ગમે તે સમયે દર્શને જાઓ, મંદિર બંધ હોય તો પણ કોઈ પણ ભક્ત દરવાજે દર્શન કરતો અથવા દર્શન કરીને આવતો અચૂક જોવા મળે.

વર્ષો પહેલાં સાતમ આઠમનો લોકોમેળો પણ આ નાગેશ્વર વિસ્તારમાં જ થતો હતો આ નાગેશ્વર વિસ્તારમાં સિધ્ધનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ,બાલનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ,મણીનાગનાથ મહાદેવ,ચોબરીયા હનુમાનજી,રામ મંદિર, મહાકાળી માતાજી મંદિર વડકેશ્વર મહાદેવ સહિતના અનેક જ્ઞાતિના સૂરાપૂરા,માતાજીના સ્થાનકો આવેલા છે.સાતમના દિવસે લોકમેળાની સાથોસાથ નાગેશ્વર મહાદેવ પરિસરમાં આવેલા શીતળા માતાના મંદિર નગરજનો પરિવાર સાથે દર્શન કરે છે.

જામ ધર્માદા ટ્રસ્ટ પાસે સિધ્ધનાથ મહાદેવ મંદિરનો વહીવટ છે સ્વયંભૂ પ્રગટ થયેલા સિધ્ધનાથ મહાદેવનું મંદિર ઉંડાણમાં છે સિધ્ધનાથ મહાદેવ તથા નાગેશ્વર મહાદેવના મંદિરમાં ગર્ભગૃહનું લેવલ એક જ સરખું આવે છે.
કોઈ પણ શિવ મંદિર નદિ તટે હોય એટલે ધાર્મિક દ્રષ્ટિએ તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે  રૂષીમુનીઓ નદી તટે કે પીપળાના વૃક્ષની નીચે આસન લગાવીને તપસ્યા કરીને ઈશ્વરને પ્રસન્ન કરતા હતા સિધ્ધનાથ મહાદેવ મંદિર નદી તટની સાથોસાથ મંદિર પરિસરમાં વર્ષો જુનું પીપળાનું તથા વડનું લીમડાનું વૃક્ષ કાલ ભૈરવ દાદા,બટુક ભૈરવ, સિધ્ધ બાબા, હનુમાનજી મહારાજ ભકતોની આધ્યાત્મિકમાં વધારો કરે છે. 

તમામ ભકતજનો સિધ્ધનાથને જલાભિષેક કર્યા બાદ પીપળાને જળ અર્પણ કરીને પિતૃઓના આર્શીવાદ મેળવે છે.જામનગરમાં શિવરાત્રીની શોભાયાત્રાનું પ્રસ્થાન પણ સિધ્ધનાથ મહાદેવથી થાય છે જે શહેરના રાજમાર્ગોથી ભીડભંજન મહાદેવ મંદિરે વિરામ લે છે, જીવનમાંથી દુ:ખ દૂર કરીને સિધ્ધી અપાવે તે સિધ્ધનાથ મહાદેવ નવાનગર-જામનગરના ઐતિહાસિક સુપ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવની કૃપા અપરંપાર.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application