BREAKING NEWS

જામનગરમાં ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમી ઘટી.. તાપમાન ૩૫ ડીગ્રી

  • May 16, 2026 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમી ઘટી.. તાપમાન ૩૫ ડીગ્રી

તા.૧૮ થી ૨૩ દરમ્યાન પ્રિ-મોન્સુન એકટીવીટી રહેશે એટલે ગરમીમાં ત્રણેક ડીગ્રીનો રહેશે ઘટાડો 

રાજયમાં દશેક દિવસ બહુ ગરમી પડયા બાદ ગઇકાલે વાતારવરણમાં પલટો આવ્યો હતો સાંજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે અને ૪૦ કિમીની ઝડપે પવન ફૂકાયો હોવાથી લોકોને પણ રાહત થઇ હતી તા.૧૮ થી ૨૩ દરમ્યાન પ્રિ-મોન્સુન એકટીવીટી રહેશે એટલે ગરમીમાં ત્રણેક ડીગ્રીનો રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે. 

કલેકટર કચેરીનાં કંટ્રોલનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૫ ડીગ્રી, ઓછામાં ઓછુ ર૭ ડીગ્રી,  હવામાં ભેજ ૬૮ ટકા, પવનની ગતિ ૩૫ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. 

તંત્ર દ્વારા ગરમી વધે તો શું કરવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જિલ્લા કલેકટરે દ્વારકા ડિસ્ટ્રીકટ હીટ એકશન, ટાસ્ક ફોર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આરોગ્યને લગતી વિપરીત અસરથી બચવા ભારપુર્વક જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત જાહેર સ્થળોએ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવા પણ જણાવાવમાં આવ્યું હતું. આમ, ગરમીથી બચવા હાલારમાં સરકાર દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત તમામ સરકારી કચેરી પાસે અરજદારોને લૂ ન લાગે તે માટે પીવાનાં પાણીની વ્યવસ્થા અને છાંયાની વ્યવસ્થા કરવા જિલ્લા કલેકટરે સુચના આપી છે. 

પશ્ર્ચિમ બંગાળમાં ચોમાસુ સક્રિય થઇ રહ્યુ છે. રાજયના કેટલાક શહેરોમાં તાપમાનમાં ૨ થી ૩ ડીગ્રીનો ઘટાડો થયો છે તા.૧૮ થી ૨૩ દરમ્યરાલન પ્રિ-મોન્સુન એકટીવીટી સક્રિય થશે જેના કારણે રાજયના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાંપટા પડવાની શકયતા છે ત્યારબાદ ૮ થી ૧૫ જૂન વચ્ચે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સીસ્ટમ સક્રિય થવાની પણ શકયતા છે અને હવામાન ખાતાના જણાવ્યા મુજબ તા.૨૩ થી ૨૫ દરમ્યાન રાજયમાં ચોમાસુ સક્રિય બની જશે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application