દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને ટ્રાવેલ કરવાનું પસંદ છે અને આ માટે ઘણાએ પોતાની નોકરી પણ છોડી દીધી છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ મુસાફરી કરવા માટે પોતાનું ઘર અને આખી સંપત્તિ પણ વેચી દીધી છે અને કાર અથવા બસને પોતાનું ઘર બનાવી લીધું છે અને તેની સાથે આખી દુનિયાની મુસાફરી કરી રહ્યા છે. તાજેતરના સમયમાં આવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળ્યા છે. સામાન્ય રીતે લોકો પ્લેન અથવા ક્રુઝ દ્વારા વિદેશ પ્રવાસ કરે છે, પરંતુ આજકાલ એક મહિલા સમાચારમાં છે જેણે માત્ર 3 સેકન્ડમાં ત્રણ દેશોની મુલાકાત લીધી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા 3 સેકન્ડમાં ત્રણ દેશોની યાત્રા કરતી જોઈ શકાય છે. મહિલા જંગલ જેવી જગ્યાએ હાજર છે અને ત્યાં એક ગોળ સિમેન્ટવાળી જમીન પર ત્રણ વખત રાઉન્ડમાં કુદે છે અને જાણે યુદ્ધ જીતી ગઈ હોય તેમ ખુશ થઈ જાય છે. હકીકતમાં, જ્યારે મહિલાએ પહેલો કૂદકો માર્યો, ત્યારે તે સીધી બેલ્જિયમમાં પ્રવેશી, બીજા જમ્પ સાથે, તે નેધરલેન્ડની સરહદમાં પ્રવેશી. એ જ રીતે, ત્રીજો કૂદકો લગાવ્યા પછી, તે જર્મનીમાં પ્રવેશી. આ રીતે તેણે માત્ર ત્રણ સેકન્ડમાં ત્રણ દેશોની મુલાકાત લીધી છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 3.5 મિલિયન એટલે કે 35 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 1 લાખ 45 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈ મજાકમાં કહી રહ્યું છે કે 'આ પાસપોર્ટ વગર ગેરકાયદેસર મુસાફરી છે' તો કોઈ કહી રહ્યું છે કે 'ક્યારેક ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં પણ આવું કરવાનો પ્રયાસ કરી જુઓ'. એક યુઝરે કમેન્ટમાં કહ્યું છે કે 'બ્રાટિસ્લાવા પણ એક એવું શહેર છે જ્યાં ત્રણ દેશોની સરહદો મળે છે. આ દેશો છે ચેકિયા, ઓસ્ટ્રિયા અને હંગેરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રેનના ટોયલેટમાં પાકિસ્તાની ઝંડો ચીતર્યો, 2ની ધરપકડ
May 03, 2025 10:30 AMપેટમાં દુ:ખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત
May 03, 2025 10:27 AMમની માર્કેટનો સમય વધારીને સાંજે પાંચને બદલે સાત વાગ્યા સુધી કરવાની વિચારણા
May 03, 2025 10:24 AMદ્વારકા ખાતે ભગવત્પાદ આધ્ય શ્રી શંકરાચાર્યજીના જન્મ જયંતિની ઉજવણી
May 03, 2025 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech