માત્ર 36 મિનિટમાં ચાઈનીઝ ચાઈનીઝ તાઈપેઈના લી જે-હુઈ યાંગ અને યાંગ પો-હવાનને 21-13, 21-16થી હરાવ્યા
ભારતીય મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ફ્રેન્ચ ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. આ બીજી વખત છે જ્યારે સાત્વિક-ચિરાગની જોડીએ ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો છે. સાત્વિક-ચિરાગે ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈના લી જે-હુઈ યાંગ અને યાંગ પો-હવાનને સ્ટ્રેઈટ ગેમમાં 21-13, 21-16થી હરાવ્યા હતા.
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ફાઈનલ એકતરફી જીતી હતી. આ જોડીએ પ્રથમ ગેમ માત્ર 15 મિનિટમાં 21-11થી લીડ મેળવી હતી. જોકે બીજી ગેમમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. એક સમયે રમત 5-5થી બરાબરી પર હતી અને બ્રેક બાદ ચાઈનીઝ તાઈપેઈની જોડીએ 11-10ની સરસાઈ મેળવી હતી. પરંતુ સાત્વિક-ચિરાગની જોડીએ શાનદાર વાપસી કરી અને 21-17થી ગેમ જીતી લીધી.
ભારતીય જોડીએ અગાઉ સિઝનની શરૂઆતમાં મલેશિયા ઓપનની ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ લિયાંગ વેઇ કેંગ અને વાંગ ચાંગની ચીનની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચિરાગ-સાત્વિકને ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે તેણે ટાઈટલ ગુમાવ્યું નથી. આ પહેલા આ ભારતીય જોડીએ 2022માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતું અને 2019માં રનર્સઅપ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમચ્છર અને માખીઓથી પરેશાન છો, તો ડુંગળીનો આ ઉપાય અજમાવી મેળવી શકો છો છુટકારો
May 07, 2025 04:55 PMપાકિસ્તાન પર હુમલા બાદ વીડિયો વાયરલ: ઘરેથી ભાગો અને કલમા પઢતા રહો
May 07, 2025 04:51 PMજો વર્કિંગ વુમન આ પાંચ ટિપ્સ ફોલો કરે તો કાર્યસ્થળ પર થશે તમારી સ્ટાઇલની પ્રશંસા
May 07, 2025 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech