પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના નિવાસસ્થાન મનહર વીલા માં ચારણ આઈ શ્રી વાલબાઈ માતાજીની પધરામણી...
હકુભા હંમેશા ધાર્મિક કાર્યો ના લીધે પ્રખ્યાત છે અવાર નવાર તેઓના બંગલે સંતો મહંતો ના પગલાં થતા હોય છે ત્યારે આજરોજ જામજોધપુર તાલુકા ના નાળીયેરી નેસડા ના શ્રદ્ધાળુઓ ના આસ્થા ના કેન્દ્ર સમાન ચારણ જગદંબા આઈ શ્રી વાલબાઈ માતાજી ના પગલાં કરવા પુર્વ મંત્રી હકુભા એ આમંત્રણ પાઠવ્યું હતું અને માતાજી એ આમંત્રણ સ્વીકારી પગલાં કર્યા હતા આ સાથે માતાજીએ આમંત્રણ સ્વીકારી હકુભા ના નિવાસ્થાને પગલાં કર્યા હતા અને સમગ્ર પરીવાર ભક્તિમય બની ગયા હતા.
હકુભા એ પોતાના નિવાસસ્થા ને માતાજીના ચરણસ્પર્શ કરી કંકુ પગલા કરી ફૂલોની વર્ષા કરી કંકુ ચાંદલા કરી આરતી ઉતારી માતાજીના ચરણ ધોઈ bhediyo ઓઢાડી પ્રસાદ ધરી ઘરના દરેક સભ્ય એ માતાજીના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી અને માતાજી હકુભા ને 24 3 26 ના રોજ નાળિયેરી નેસડા ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે તેમાં આવવા આમંત્રણ આપેલ હતું.
ચારણ જગદંબા વાલબાઈ જામજોધપુર થી સાત કિલોમીટર દૂર પાટણ રોડ નાળિયેરીના નેસ પાસે આવડ માની મૂર્તિ સ્વયમ જમીનમાંથી પાંચ ફૂટ અંદરથી નીકળેલ છે એમની સેવા પૂજા માં વાલબાઈ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application